રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 11 એપ્રિલ 2022 (09:58 IST)

શોભાયાત્રા ઘર્ષણનો મામલોઃ હિંમતનગરમાં IG અને SP કક્ષાના અધિકારી તૈનાત, ખંભાતમાં રાયોટીંગના બે ગુના દાખલ

himatnagar riots
સાબરકાંઠાના મુખ્યમથક હિંમતનગરમાં રામનવમીની શોભાયાત્રા દરમિયાન બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો હોવાનો બનાવ સામે આવ્યો છે. સાબરકાંઠાના એસપી સહિત 10 પોલીસકર્મીને પથ્થરમારામાં ઈજા પહોંચી છે. હાલ સમગ્ર શહેરમાં કલેક્ટરે સમગ્ર શહેરમાં 144ની કલમ લાગુ કરવાનો આદેશ આપ્યો છે. જેથી હવે કોઈપણ વિસ્તારમાં પાંચ કે તેથી વધુ વ્યક્તિઓ ભેગા થઈ શકશે નહીં. બીજી બાજુ  આણંદના ખંભાતમાં પણ આગચંપીનો બનાવ બન્યો હોવાનું સામે આવ્યું છે.
gujarat riots

આ મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ DGP સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.ગાંધીનગર ખાતે મોડીરાત્રે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ DGP આશિષ ભાટિયા,IBના ચોગ અનુપમ ગેહલોત, લો એન્ડ ઓર્ડર ચીફ સાથે સ્વર્ણિમ સંકુલ ખાતે બેઠક યોજી હતી.આ બેઠકમાં હર્ષ સંઘવીએ પોલીસ અધિકારીઓ પાસેથી આ બનાવ કઈ રીતે બન્યા,બંદોબસ્ત કઇ રીતનો હતો અને આગળ આ પ્રકારની ઘટના ન બને તે માટે ક્યાં પ્રકારનું આયોજન છે તે અંગે ચર્ચા કરી હતી. DGP આશિષ ભાટિયાએ કહ્યું કે,હિંમતનગરમાં રાયોટિંગનો ગુનો દાખલ કરી અમુક લોકોને રાઉન્ડઅપ કર્યા છે.ખંભાતમાં રાયોટિંગનો તેમજ હત્યાનો ગુનો દાખલ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ બનાવના પગલે હિંમતનગરમાં 2 RAF અને 4 SRPની ટુકડી બનાવ સ્થળ ઉપર તહેનાત કરવામાં આવી છે. જોકે, આ સિવાય રેન્જ આઇ જી, ડી આઇ જી અને એસપી કક્ષાના અધિકારીઓના સુપર વિઝન હેઠળ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
gujarat riots

આ બનાવ દરમિયાન ખંભાતમાં એક વ્યક્તિનું મોત થયું છે તે અંગે પોલીસે મર્ડરનો ગુનો પણ દાખલ કરવાની તજવીજ શરૂ કરી છે.સોશિયલ મીડિયા પર લોકો ઉશ્કેરણીજનક પોસ્ટ કરે તો તેમની સામે કાર્યવાહી કરવા માટે સાયબર ક્રાઇમની ટીમ સતત વોચ રાખી રહી છે અને તેમની સામે ગુનો પણ નોંધશે. ખંભાતનાં શક્કરપુરમાં રામનવમીની શોભાયાત્રામાં પથ્થરમારાનાં વિરોધમાં આજે ખંભાત બંધનું એલાન આપવામાં આવ્યુ છે. પથ્થરમારાની ઘટનામાં DYSP, ત્રણ જેટલા પોલીસકર્મી, 1 યુવક અને ત્રણ મહિલાને ઈજા થઈ છે. 7 લારી અને 3 દુકાનોમાં આગ લગાવાઈ હતી.ખંભાતમા એક વ્યક્તિના મોત અંગે હત્યાનો ગુનો નોધાશે.