અમદાવાદની કેલોરેક્સ સ્કૂલમાં વિદ્યાર્થીઓને નમાજ પઢાવતા અને હિજાબ પહેરાવતા વાલીઓએ હોબાળો મચાવ્યો
Calorex School, students were taught namaz and wore hijab
અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં સ્થિત કેલોરેક્સ ફ્યુચર સ્કૂલ વિદ્યાર્થીઓને હવે નમાજ પઢાવવા અને વિદ્યાર્થીઓને હિજાબ પહેરાવવાના આક્ષેપ સાથે વિવાદમાં આવી છે. શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલી કેલોરેક્સ ફ્યુચર સ્કૂલમાં બાળકોને નમાજ પઢતાં શીખવવામાં આવતી હોવાનો વાલીઓએ આક્ષેપ કર્યો છે.
આ ઉપરાંત વિદ્યાર્થીનીઓને હિજાબ પણ પહેરાવવામાં આવ્યા હોવાના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થયાં છે. આજે સ્કૂલમાં વાલીઓ પહોંચ્યા હતાં અને સુત્રોચ્ચાર કરીને વિરોધ કર્યો હતો. વાલીઓના વિરોધને જોઈને સ્કૂલના તંત્રએ માફી માંગી હતી. આ માફી પત્ર પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
ઉલ્લેખનીય છે કે અમદાવાદના ઘાટલોડિયામાં આ પ્રકારની હરકત કેવી રીતે થઈ તે તપાસનો વિષય છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે ગત 29 સપ્ટેમ્બરે કેલોરેક્સ ફ્યુચર સ્કૂલમાં વિદ્યાર્થીઓ માટે જાહેર કાર્યક્રમ રાખવામાં આવ્યો હતોઆ કાર્યક્રમમાં એક વિદ્યાર્થી પાસે નમાજની સમગ્ર પ્રક્રિયા કરાવવામાં આવી હતી અને અન્ય વિદ્યાર્થીઓને શીખવાડવામાં આવી હતી.આ સમગ્ર મામલે વાલીઓ અને હિન્દૂ સંગઠનોએ વિરોધ કરતા શાળા સંચાલકોએ માફી માંગી હતી. આ માફીપત્ર પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.