ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 10 એપ્રિલ 2021 (20:24 IST)

Breaking News: કોરોનાના કારણે ગાંધીનગર મનપાની ચૂંટણી સ્થગિત

ગુજરાતમાં કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખતાં ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી સ્થગિત કરી દેવામાં આવી છે. ગાંધીનગર મનપાની ચૂંટણી માટે 18 એપ્રિલના રોજ મતદાન થવાનું હતું. પરંતુ તમામ પાર્ટીઓએ કોરોના સંક્રમણને જોતાં ચૂંટણી સ્થગિત કરવાની માંગ કરી હતી. સીએમ રૂપાણીએ પણ ચૂંટણી પંચને પત્ર લખ્યો હતો. જેના પર ચૂંટણી પંચે સંજ્ઞાન લેતાં મનપા ચૂંટણીને અનિશ્વિત કાળ સ્થગિત કરવામાં આવી છે. 
 
ગુજરાતમાં ગત 24 કલાકમાં કોરોનાના 4541 નવા કેસ સામે આવ્યા અને 42 લોકોના મોત થયા છે. અમદાવાદમાં 1316 કેસ સામે આવ્યા છે, જ્યારે મૃતકોની સંખ્યા 12 છે. બીજી તરફ સુરતમાં 1102 કેસ સામે આવ્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 22 હજાર હજાર 692 પહોંચી ગઇ છે. ગુજરાતમાં કોરોનાના ઝડપથી ફેલાઇ રહેલા સંક્રમણ વચ્ચે રેમડિસિવર ઇંજેક્શન દર્દીઓના પરિજનોને આપવામાં આવશે નહી. હોસ્પિટલ તથા ડોક્ટરો જ તેની વ્યવસ્થા કરશે. આ દરમિયાન ભાજપ સુરતામં 5000 ઇંજેક્શન મફત વિતરણ કરશે. પ્રદેશના 17 શહેર શહેરો તથા સવા નવ સો ગામે દર શનિવાર તથા રવિવારે સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાત કરી છે.