રવિવાર, 22 સપ્ટેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: રવિવાર, 22 સપ્ટેમ્બર 2024 (13:55 IST)

સ્કૂલમાં શિક્ષક દ્વારા વિદ્યાર્થિનીની કથિત છેડતીની પોલીસ ફરિયાદ, શિક્ષકની ધરપકડ

બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ઢસા ગામમાં એક શિક્ષકની પોલીસે ધરપકડ કરી છે. આ શિક્ષક સામે ફરિયાદ છે કે તેણે કથિત રીતે એક વિદ્યાર્થિની સાથે શારીરિક અડપલાં કર્યાં હતાં.ઢસા પોલીસ સ્ટેશને નોંધાયેલી ફરિયાદ પ્રમાણે અહીંની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા એક શિક્ષકનો વિદ્યાર્થિની સાથે કથિત રીતે શારીરિક અડપલાં કરતો હોય તેવો વીડિયો વાયરલ થયો હતો.
 
બીબીસીના સહયોગી સચીન પીઠવાના જણાવ્યા અનુસાર આ વીડિયો વાયરલ થયા બાદ ગુસ્સે ભરાયેલા ગામના લોકો રસ્તા પર આવી ગયા હતા.
 
સચીન પીઠવાએ જણાવ્યું, “ગામની મહિલાઓએ ભાવનગર-રાજકોટ હાઇવે પર ચક્કાજામ કર્યો હતો. પીડિત વિદ્યાર્થિનીના વાલીએ પોલીસ ફરિયાદ કરતા પોલીસે આરોપી શિક્ષકને પકડવાની કવાયત હાથ ધરી 
 
હતી. આખરે પોલીસે આરોપી શિક્ષકને ભાવનગર ખાતેથી ઝડપી પાડ્યો હતો.”
 
વિદ્યાર્થિનીની કથિત છેડતીનો વીડિયો વાયરલ થતાની સાથે જ ગ્રામજનો રસ્તા પર ઊતરી આવ્યા અને ચક્કાજામ કર્યો
 
પોલીસનું શું કહેવું છે?
બોટાદના પોલીસ વડા કિશોર બલોલિયાએ બીબીસી સહયોગી સચીન પીઠવાને આ ઘટના વિશે જણાવતા કહ્યું, “આરોપી સામે પૉક્સોની કલમ ઉપરાંત બીએનએસ કલમ 75/2 અંતર્ગત ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ આ ફરિયાદ અંગે પુરાવાઓ મેળવવાનું કામ કરી રહી છે. આ ઉપરાંત આ વીડિયો કોણે ઉતાર્યો અને તેને કોણે સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો તે અંગે પણ તપાસ હાથ ધરવામાં 
 
આવી છે.