ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 1 ઑગસ્ટ 2019 (18:07 IST)

BNI ગ્લોબલ વીડિયો કોન્ટેસ્ટમાં વર્લ્ડના ટોપ 10માં સિલેક્ટ થનાર એકમાત્ર અમદાવાદી રોહન જરદોશ

બીએનઆઈ ભારતને રીપ્રેઝન્ટ કરી રહેલા રોહન જરદોશને ઓનલાઈન વોટીંગ કરીને ટોપ થ્રી સુધી પહોંચાડી શકો છો 
અમદાવાદ: બીએનઆઈ ગ્લોબલ વીડિયો કોન્ટેસ્ટ અત્યારે ચાલી રહી છે. જેમાં બીએનઆઈમાં શ્રેષ્ઠ કામગિરી અને પોતાનું ટેલેન્ટ બતાવનાર બીએનઆઈ સાથે ઓલ ઓવર વર્લ્ડ જોડાએલા ટોપ 10 લોકોનું સિલેક્શન કરાયું છે. જેમાં અમદાવાદ અને પુરા ભારત માટે ગર્વની વાત છે કે, બીએનઆઈ એરીયા ડીરેક્ટર રોહન જરદોશ..નું પણ સિલેક્શન આ ટોપ 10માં કરવામાં આવ્યું છે. જો કે આ સિલેક્શન 76 કન્ટ્રીના બીએનઆઈમાંથી કરવામાં આવ્યું છે. જેમાં ઈન્ડિયામાંથી એક જ એવા રોહન જરદોશ સિલેક્ટ થયા છે. જેઓ અમદાવાદથી બિલોંગ કરે છે. 
તેમાં પણ મહત્વની વાત એ છે કે, તેઓ વિશ્વભરના બીએનઆઈ દ્વારા થઈ રહેલા વોટીંગમાં અત્યારે ટોપ થ્રી રેન્કિંગમાં ચાલી રહ્યા છે. જેઓ ટોપ થ્રીમાં સિલેક્ટ થતા જ તેમને પોલેન્ડ બોલાવવામાં આવશે અને તેઓનું ઉત્સાહ પૂર્વક સમ્માન કરવામાં આવશે. જ્યાં ગ્લોબલ લીડર હાજર રહેશે.  
 
બીએનઆઈના એરીયા ડિરેક્ટર આ કોન્ટેસ્ટમાં હાઈએસ્ટ વોટીંગથી લીડ કરી રહ્યા છે આ અંગે રોહન જરદોશે જણાવ્યું હતું કે, આ કોમ્પિટિશન માટે મે વીડિયો બનાવવા માટે  માત્ર ૪૮ કલાકની જ મહેનત કરી હતી. વર્લ્ડ લેવલે રોહન જરદોશે ભારત અને અમદાવાદને ગર્વ અપાવ્યું છે. 
 
રોહન જરદોશે વધુમાં કહ્યું કે, આ માટે તમે મને ઓનલાઈન વોટીંગ કરી શકો છો. આ સિલેક્શન માટે બીએનઆઈ તમારો બિઝનેસ અને કમ્યુનિટી કઈ રીતે ચેન્જ કરી તેના પર વીડિયો બનાવીને મોકલવાનો હોય છે જે આધાર પર મારું સિલેક્શન કરવામાં આવ્યું હતું. અત્યારે દુનિયાભરમાંથી ભારતના રાજ્યો અને શહેરોમાંથી વોટીંગ ચાલી રહ્યું છે. જેના આધારે ટોપ થ્રી સિલેક્ટ કરવામાં આવશે.