મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 5 સપ્ટેમ્બર 2023 (15:46 IST)

ગુજરાતમાં કોર્પોરેશન અને પાલિકાની ચૂંટણી વચ્ચે અઢી વર્ષ માટે ભાજપની નો રિપીટ થિયરી

corporation and municipal elections
corporation and municipal elections
ગુજરાતમાં નગરપાલિકા, મહાનગરપાલિકા તથા તાલુકા પચાયતમાં હોદેદારોની નિમણુંકમાં નો રિપીટ થિયરી લાગુ પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ દ્વારા આ  સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. ભાજપના પ્રદેશ પ્રમુખે જાહેરાત કરી હતી કે, મહા નગરપાલિકા, નગરપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયતમાં નો રિપીટેશન થિયરી અપનાવવામાં આવશે.

તે ઉપરાંત શાસક પક્ષના નેતા અને દંડક માટે પણ આ થિયરી અપનાવવામાં આવશે. સી આર પાટીલે આવનારી ચૂંટણીઓમાં નવા લોકોને તક મળે તે માટે જાહેરાત કરી છે. જે જગ્યાએ જનરલ સીટ હશે ત્યાં જનરલ કેટેગરીના લોકોને તક આપવામાં આવશે. મેયર, ડે. મેયર અમને સ્ટેન્ડ઼િંગ ચેરમેનને અઢી વર્ષ માટે કોઈ પદ આપવામાં નહીં આવે. ભાજપે અગાઉ મંત્રી મંડળમાં પણ આ પ્રકારની થિયરી અમલમાં મુકી હતી. જે સફળ થતાં હવે ચૂંટણીઓ માટે પણ આ થિયરી અમલમાં મુકવામાં આવી છે. પાટીલની આ જાહેરાતથી ભાજપના કાર્યકરોમાં ખુશીની લહેર ઉઠી છે.