રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 25 ઑક્ટોબર 2021 (12:35 IST)

ભાજપ નેતાનો પક્ષ પ્રત્યેનો પ્રેમ તેની ભક્તિમાં પણ દેખાયો, જગત મંદિરમાં કેસરી રંગની ધજા ચડાવવાઇ

આહીર સમાજના અગ્રણી અને ભાજપના પ્રદેશ મંત્રી રઘુભાઈ હુંબલ પરિવાર દ્વારા  યાત્રાધામ દ્વારકા જગત મંદિર પર ધ્વજા ચડાવવાની સાથે અનેક-વિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. ભાજપ નેતાના દ્વારકા ધાર્મિક કાર્યક્રમની સાથે શક્તિ પ્રદર્શન યોજાયું. પ્રદેશ પ્રમુખ, સંસદ સભ્યો , ધારાસભ્યો સહિત ના પ્રદેશના અનેક નેતાઓ હાજર રહ્યા હતા.
 
દેવભુમી દ્વારકા જિલ્લાના યાત્રાધામ દ્વારકામાં જગત મંદિરમાં ભાજપના પ્રદેશમંત્રી રઘુભાઈ હુંબલ પરિવાર દ્વારા ધજા ચડાવવામાં આવી સાથે મેગા બ્લડ ડોનેશન કેમ્પ, ભવ્ય શોભા યાત્રા , જાણીતા ક્લાકારોનો  લોક ડાયરો સહિત વિવિધ કાર્યક્રમ યોજાયા, ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ, ભાજપના ઉપાધ્યક્ષ ભારતીબેન શિયાળ, ભાજપના પ્રદેશ યુવા મોરચાના પ્રમુખ પ્રશાંતભાઈ કોરાટ, સાંસદ પૂનમબેન માડમ , સાંસદ રમેશ ધડુક,  રાજ્ય સભાના સાંસદ રામભાઇ મોકરિયા,  રાજ્ય સરકારના મંત્રી બ્રિજેશ મેરજા, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા , ધારાસભ્ય વાસણભાઈ આહીર , ધારાસભ્ય જવાહરભાઈ ચાવડા સહિત ના પ્રદેશ સંગઠનના નેતાઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો એ હાજરી આપી હતી. 
 
પ્રદેશ મંત્રી દ્વારા દ્વારકાધીશના શિખર પર ચડાવવામાં આવેલી ધજા નો રંગ પણ કેસરિયો જ પસંદ કરવા માં આવ્યો. પ્રદેશ મંત્રી રઘુભાઈ હુંબલનો ભક્તિસાથે પક્ષ પ્રત્યેનો કેશરીઓ પ્રેમ પણ જોવા મળ્યો હતો. ધજા રોહણ બાદ યોજાયેલી શોભાયાત્રામાં સજાવેલી 21 ખુલી જીપમાં નગરના મુખ્ય માર્ગો પર પસાર થઈ હતી શોભાયાત્રા દરમ્યાન શહેરની 37 જેટલી સંસ્થાઓ દ્વારા ભાજપ પ્રદેશ પ્રમુખ સિ આર પાટીલ નું સ્વાગત - સન્માન કરાયું હતું. તેમજ દ્વારકા ના આહીર સમાજ ખાતે સવારથી ચાલેલા રક્તદાન કેમ્પમાં એકત્ર થયેલા રક્તથી પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની રક્તતુલા તેમજ દ્વારકા જિલ્લાના પ્રધાનમંત્રી વીમા યોજનાના ભરાયેલા ફોર્મ થી તુલા કરવામાં આવી હતી. 
 
દ્વારકા આવેલા પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ દ્વારા દ્વારકાધીશના ચરણો માં ગુજરાત તેમજ દેશ ના તમામ લોકો ની સુખાકારી માટેની પ્રાથના કરવામાં આવી હતી તેમજ યાત્રાધામ દ્વારકામાં યોજાયેલા ધાર્મિક કાર્યક્રમ માટે ખુશી વ્યક્ત કરી હતી તેમજ રાજકીય મુદ્દે તેમને મોન સેવ્યું. આહીર સમાજ ખાતે યોજાયેલા લોક ડાયરામાં ગુજરાત ના જાણીતા લોક કલાકાર માયાભાઈ આહીર અને સાગરદાન ગઢવીએ  રંગ જમાવ્યો હતો.