બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 25 ઑક્ટોબર 2022 (12:24 IST)

ગુજરાતમાં 10 સીટો જીતવા માટે ભાજપે બનાવી આ રણનીતિ, અમિત શાહ બનાસકાંઠા બાદ આજે સૌરાષ્ટ્રના પ્રવાસે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોમવારે ઉત્તર ગુજરાતના જિલ્લાના ભાજપના નેતાઓ સાથે બેઠક યોજી હતી અને આગામી વિધાનસભા ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરી હતી. પાર્ટીના કાર્યકર્તાઓના જણાવ્યા અનુસાર, અમિત શાહે આ બેઠક બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેરની મેડિકલ કોલેજમાં કરી હતી. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
 
તેમણે કહ્યું કે ઉત્તર ગુજરાત ઝોનના ધારાસભ્યો, સાંસદો, પંચાયત પ્રમુખો, પક્ષના સ્થાનિક કાર્યકર્તાઓ અને સહકારી મંડળીઓના પ્રતિનિધિઓ સહિત ભાજપના અન્ય નેતાઓએ બેઠકમાં હાજરી આપી હતી. શાહે છેલ્લા ત્રણ દિવસમાં ત્રીજી વખત ઝોન કક્ષાની બેઠક યોજી છે. અગાઉ ભાજપના પૂર્વ પ્રમુખે વલસાડ અને વડોદરામાં અનુક્રમે દક્ષિણ અને મધ્ય ઝોનની સમાન બેઠકોમાં ભાગ લીધો હતો. તેઓ મંગળવારે એટલે કે આજે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે સૌરાષ્ટ્ર ઝોનની બેઠક યોજશે. 
 
પાર્ટીના કાર્યકર્તાઓએ જણાવ્યું હતું કે આ બેઠકોનો હેતુ 182 સભ્યોની વિધાનસભાની આગામી ચૂંટણીમાં 150 બેઠકો જીતવાના ભાજપના મહત્વાકાંક્ષી લક્ષ્યાંકને પહોંચી વળવા સૂચનો અને માર્ગદર્શન મેળવવા અને વ્યૂહરચના ઘડવાનો છે. 1985ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે રેકોર્ડ 149 વિધાનસભા બેઠકો જીતી હતી. ઉત્તર ગુજરાત ઝોનના જિલ્લાઓ બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, પાટણ, ગાંધીનગર અને અમદાવાદ છે. તમને જણાવી દઈએ કે, ગુજરાતમાં આ વર્ષના અંત સુધીમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, ચૂંટણી પંચ ગમે ત્યારે તારીખોની જાહેરાત કરી શકે છે.
 
અત્રે ઉલ્લેખનીય છે આ પહેલાં રવિવારે (23 ઓક્ટોબર) ના રોજ અમિત શાહે ભાજપના મધ્ય ગુજરાત ક્ષેત્રના પદાધિકારીકારીઓ સાથે મુલાકાત કરી હતી. આ બેઠકમાં હાજર નેતાઓ પાસેથી ત્રણ નવેમ્બ સુધી સૂચનો આપવા માટે કહેવામાં આવ્યું હતું કે પાર્ટી મધ્ય ગુજરાતના આઠ જિલ્લાઓમાં આવેલી તમામ 52 વિધાનસભા સીટો પર જીત કેવી રીતે પ્રાપ્ત કરી શકે છે. તેમણે કહ્યું કે વડોદરાની એક હોટલમાં ચાર કલાક સુધી બેઠક યોજાઇ હતી. 
 
ગત ત્રણ દાયકાથી રાજ્યમાં સત્તાધીન ભાજપે આ વખતે ચૂંટણીમાં રાજ્યની કુલ 182 બેઠકોમાંથી 150 પર જીતનો ટાર્ગેટ નક્કી કર્યો છે. જો પાર્ટી આ ટાર્ગેટને પ્રાપ્ત કરી લે છે તો તે 1985 માં માધવસિંહ સોલંકીના નેતૃત્વમાં કોંગ્રેસની 149 સીટો પર જીતના રેકોર્ડને તોડી દેશે. 
 
પાર્ટીના સૂત્રોએ જણાવ્યું હતું કે અમિત શાહે બેઠકમાં સામેલ ધારાસભ્યો, સાંસદો, ભાજપના જિલ્લાધ્યક્ષો, પંચાયત અધ્યક્ષો, વડોદરાના મેયર અને વિભિન્ન સહકારી સમિતિઓના પ્રમુખો સાથે રણનીતિ પર ચર્ચા કરી. અમિત શાહે શનિવારે (22 ઓક્ટોબર) ના રોજ વલસાડમાં ગુજરાતના દક્ષિન ક્ષેત્રના પાર્ટી નેતાઓ સાથે બેઠક કરી હતી.