ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 20 ડિસેમ્બર 2019 (13:03 IST)

ભરૂચના પશ્ચિમ વિસ્તારની બજારો આજે બંધ, પોલીસ એલર્ટ

ગુરૂવારે નાગરિકતા સંશોધન કાયદાના વિરોધમાં બંધના એલાન દરમિયાન અમદાવાદમાં હિંસા બાદ આજે ભરૂચના પશ્ચિમ વિસ્તારના વેપારીઓએ આજે સ્વૈચ્છિક બંધ પાળ્યો હતો. જોકે કેટલીક દુકાનો ખુલી હતી. જેથી બંધને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. અમદાવાદ ઉપરાંત ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અને બનાસકાંઠામાં પણ આ પ્રકારનો વિરોધ થયો હતો. હવે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ વિરોધની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે. ભરૂચમાં ગુરૂવારે વેપારીઓએ બંધ પાળ્યો નહોતો. પરંતુ આજે ભરૂચના નાગરિકતા સંશોધન કાયદાના વિરોધમાં ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલા કતોપોર દરવાજા બજાર અને ગાંધી બજાર સહિતના માર્કેટ આજે બંધ રહ્યા છે. અને શાંતિપૂર્ણ માહોલમાં વિરોધ નોંધાવ્યો છે. જોકે ભરૂચમાં બંધને પગલે પોલીસ આજે એલર્ટ થઇ ગઇ છે.