શુક્રવાર, 15 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : મંગળવાર, 20 માર્ચ 2018 (12:39 IST)

કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ ભરતસિંહ સોલંકીનું પદ પરથી અચાનક રાજીનામું

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં જૂથવાદ અને સગાવાદ અપનાવવાનો કોંગ્રેસના કેટલાક નેતાઓએ પક્ષના પ્રદેશ અધ્યક્ષ ભરતસિંહ સોલંકી પર લગાવ્યો હતો. ત્યાર બાદ તેમના પદને માન આપીને હાઈકમાન્ડ તેમને રાજ્યસભાની ચૂંટણીમાં ઉમેદવાર બનાવીને પ્રદેશ અધ્યક્ષ તરીકેનું પદ છીનવી લેશે એવી પણ ચર્ચાઓ વારંવાર થઈ રહી હતી. પરંતુ હવે કોંગ્રેસના આ અધ્યક્ષે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. 
સૂત્રોના જણાવ્યા પ્રમાણે તેમની પાસેથી સન્માન સાથે રાજીનામું લઇ લેવામાં આવ્યું છે. હવે તેઓ તા. 21મી માર્ચથી દિલ્હી જઇ રહ્યા છે. પ્રદેશ કોંગ્રેસની ગાદી હવે કોને મળશે તેની અટકળોએ નવી ચર્ચાને જન્મ આપ્યો છે. જોકે આ મુદ્દે પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, આ વાતમાં કોઇ તથ્ય નથી. પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીનો પ્રદેશ પ્રમુખ તરીકેનો કાર્યકાળ હજુ પુરો થયો નથી. તેમની પ્રમુખપદ હેઠળ તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે સારો દેખાવ કર્યો હતો.


આ પછી એવી રાજકીય અટકળો વહેતી થઇ ગઇ હતી કે તેમને રાજયસભામાં સાંસદ તરીકેનું સન્માન આપવામાં આવશે, જો કે આવું થયું નહીં. દિલ્હી ખાતે યોજાયેલી રાષ્ટ્રીય કાર્યકારિણી પછી રાહુલ ગાંધી સાથેની બેઠક બાદ તેમણે રાજીનામું આપ્યું છે. તેમની ટર્મ આગામી લોકસભાની ચૂંટણી પછી પુરી થાય છે. આ મુદ્દે તેમણે કહ્યું હતું કે, 2017ની વિધાનસભાની ચૂંટણીના પરિણામ પછી જ મે રાજીનામાની ઓફર કરી હતી. તેઓ તા. 21મી માર્ચથી સામાજિક કામે વિદેશ જઇ રહ્યા છે.