સોમવાર, 25 નવેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Updated : બુધવાર, 24 જુલાઈ 2024 (16:46 IST)

સુરતમાં ખાડી પૂરથી સ્થિતિ વણસી, નીચાણવાળા વિસ્તારોમાં લોકાનું રેસ્ક્યૂ

surat rain
સુરતમાં ગઈકાલથી ખાડી પૂરથી સ્થિતિ વણસી રહી છે. નીચાણવાળા વિસ્તારોમાં લોકાનું રેસ્ક્યૂ કરવામાં આવી રહ્યું છે. રસુલાબાદમાં લોકોને સાથે આવવા રેસ્ક્યૂ ટીમ અપીલ કરી રહી છે. રેસ્ક્યૂ ટીમ લાઉડ સ્પીકરથી અપીલ કરતા કહે છે કે, કિસી કો આના હૈ, પાણી કા સ્તર ઔર બઢ સકતા હૈ, આપકો સુરક્ષિત જગહ લે જાતે હૈ. રસુલાબાદ વિસ્તારમાં પાણી કમર સુધી ભરાયા છે. લોકોના ઘરોમાં પણ પાણી ભરાયેલા છે. 10 જેટલા પરિવારોને સવારે 5 વાગ્યે રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા.
surat rain


મીઠી ખાડી 9 મીટરની સપાટીએ પહોંચી ગઈ છે. ભયજનક સપાટીથી અડધો મીટર દૂર છે. આથી લિંબાયત વિસ્તારમાં પાણીમાં ગરકાવ થઈ ગયો છે.



છેલ્લા 10 વર્ષમાં પડેલા કુલ સરેરાશ વરસાદની સરખામણીએ 24 જુલાઈ સુધીમાં પલસાણા તાલુકામાં સીઝનનો 99.15 ટકા તથા કામરેજમાં 89 ટકા અને બારડોલીમાં 87.71 ટકા વરસાદ વરસ્યો છે. સુરત જિલ્લામાં સરેરાશ 70.54 ટકા વરસાદ નોંધાયો છે. સુરત જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી મેઘરાજાએ મુકામ કર્યો છે. સર્વત્ર જગ્યાએ વરસાદી પાણીનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે જિલ્લામાં સુધીમાં છેલ્લા 10 વર્ષમાં પડેલા કુલ સરેરાશ વરસાદની સરખામાણીએ ચાલુ સીઝનમાં 24 જુલાઈ વિગતો જોઈએ તો, સૌથી વધુ પલસાણા તાલુકામાં 1475 મીમી એટલે કે, સિઝનનો 99.15 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જ્યારે બારડોલી તાલુકામાં 1243 મીમી એટલે કે, 87.71 ટકા અને કામરેજમાં 1183 ટકા સાથે 89 ટકા વરસાદ પડ્યો છે. અન્ય તાલુકાની વિગતો જોઈએ તો ઉમરપાડા તાલુકામાં 1486 મીમી સાથે 65.67 ટકા, ઓલપાડમાં 828 મીમી સાથે 82 ટકા, ચોર્યાસી તાલુકામાં 555 મીમી સાથે 41.37 ટકા, મહુવામાં 1153 મીમી સાથે 75.48 ટકા, માંગરોળમાં 725 મીમી સાથે 42.11 ટકા, માંડવીમાં 636 મીમી સાથે 49.40 ટકા, સુરત સિટીમાં 1043 મીમી સાથે 73.47 ટકા વરસાદ નોંધાયો છે. આમ સમગ્ર સુરત જિલ્લામાં 1032 મીમી સાથે સીઝનનો સરેરાશ 70.54 ટકા વરસાદ વરસ્યો છે.