દર વર્ષે માસ મહિનાના શુક્લ પક્ષની પંચમી તિથિના દિવસે વસંત પંચમીનો તહેવાર ઉજવવામાં આવે છે. વસંત ઋતુની શરૂઆત વસંત પંચમીના દિવસથી થાય છે. આ દિવસે વિદ્યાની દેવી માતા સરસ્વતીની પૂજા કરવામાં આવે છે. આ દિવસે પીળા કપડા પહેરીને સરસ્વતી માતાની પૂજા કરવાનુ વિધાન છે. પુરાણોમાં વસંત પંચમી બધા શુભ કાર્યો માટે અત્યંત શુભ મુહૂર્ત માનવામાં આવે છે. ખાસ કરીને વિદ્યાઆરંભ, નવી વિદ્યા પ્રાપ્ત અને ગૃહ પ્રવેશ માટે વસંત પંચમીને ખૂબ જ શ્રેષ્ઠ માનવામાં આવે છે, આ પ્રકૃતિનો ઉત્સવ છે. મહાકવિ કાલિદાસે ઋતુસંહાર નામના કાવ્યમાં તેને "સર્વપ્રિયે ચારુતર વસંતે" તરીકે વર્ણવ્યું છે. ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ "ઋતુનાં કુસુમાકારા:" અર્થાત હુ ઋતુઓમાં વસંત છુ કહીને વસંતને પોતાનુ સ્વરૂપ બતાવ્યુ છે. વસંત પંચમીના દિવસે કામદેવ અને રતિએ પ્રથમ વખત માનવ હૃદયમાં પ્રેમ અને આકર્ષણનો સંચાર કર્યો હતો. આ દિવસે કામદેવ અને રતિના પૂજનનો ઉદ્દેશ્ય દાંપત્ય જીવનને સુખમય બનાવવાનો છે. જ્યારે કે સરસ્વતી પૂજનનો ઉદ્દેશ્ય જીવનમાં અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરીને જ્ઞાનનો પ્રકાશ ઉત્પન્ન કરવાનો છે.
સરસ્વતી દેવીના અવતરણની કથા
સૃષ્ટિના પ્રારંભિક કાળમાં, ભગવાન વિષ્ણુએ ભગવાન વિષ્ણુની આજ્ઞાથી બ્રહ્માજી એ જીવો ખાસ કરીને મનુષ્ય યોનિની રચના કરી. પોતાની સર્જનાત્મકતાથી તેઓ સંતુષ્ટ નહોતા, તેમને લાગ્યું કે કંઈક કમી રહી ગઈ છે. જેને કારણે ચારેબાજુ મૌન છવાયુ છે. ભગવાન વિષ્ણુ પાસેથી અનુમતિ લઈને બ્રહ્માજીએ પોતાના કમંડળમાંથી જળ છાટ્યુ પૃથ્વી પર જલકણ પડતા જ તેમા કંપન થવા લાગ્યુ. ત્યારબાદ એક ચતુર્ભુજી સ્ત્રીના રૂપમાં અદ્દભૂત શક્તિનુ પ્રાકટ્ય થયુ જેના એક હાથમાં વીણા અને બીજા હાથ વર મુદ્રામાં હતા. અન્ય બંને હાથમાં પુસ્તક અને માળા હતી. બહ્માજીએ દેવીને વીણા વગાડવાનો અનુરોધ કર્યો. જેવી જ દેવીએ વીણાનો મધુર નાદ કર્યો. સરસ્વતી જીવ જંતુઓને વાણી પ્રાપ્ત થઈ. જળધારામાં ખળખળ વ્યાપ્ત થઈ ગયો અને પવન ચાલવાથી સરસરાટ થવા લાગી. ત્યારે બ્રહ્માજીએ એ દેવીને વાણીની દેવી સરસ્વતી કહ્યુ. સરસ્વતીને બાગીશ્વરી, ભગવતી, શારદા, વીણાવાદિની અને વાગ્દેવી સહિત અનેક નામોથી પૂજવામાં આવે છે. આ વિદ્યા અને બુદ્ધિની પ્રદાતા છે. સંગીતની ઉત્તપત્તિ કરવાને કારણે આ સંગીતની દેવી કહેવાય છે.
સૌ પ્રથમ કૃષ્ણએ સરસ્વતીનીએ પૂજા કરી
બ્રહ્મવૈવર્ત પુરાણ મુજબ વસંત પંચમીના દિવસે શ્રીકૃષ્ણએ મા સરસ્વતીને વરદાન આપ્યુ. - સુંદરી દરેક બ્રહ્માંડમાં માઘ શુક્લ પંચમીના દિવસે વિદ્યા આરંભના શુભ અવસર પર ખૂબ ગૌરવ સાથે તમારી વિશાળ પૂજા થશે. મારા વરદાનના પ્રભાવથી આજથી લઈને પ્રલયપર્યન્ત દરેક કલ્પમાં મનુષ્ય મનુગણ દેવતા મોક્ષકામી વસુ યોગી સિદ્ધ નાગ ગંઘર્વ અને રાક્ષસ બધા ખૂબ ભક્તિ સાથે પૂજા કરશે. પૂજાના પવિત્ર અવસર પર વિદ્યવાન પુરૂષો દ્વારા તમારો સમ્યક પ્રકારથી સ્તુતિ પાઠ થશે. તે કળશ અથવા પુસ્તકમાં તમે આવાહિત કરશો. આ રીતે કહીને સર્વપૂજિત ભગવાન શ્રી કૃષ્ણએ સૌ પ્રથમ દેવી સરસ્વતીની પૂજા કરી. ત્યારબાદ બ્રહ્મા વિષ્ણુ શિવ અને ઈન્દ્ર આદિ દેવતાઓએ ભગવતી સરસ્વતીની આરાધના કરી. ત્યારથી મા સરસ્વતી સંપૂર્ણ પ્રાણીઓ દ્વારા સદા પૂજિત થવા માંડી.
આ રીતે કરો પૂજા - સત્વગુણથી ઉત્પન્ન થવાને કારણે તેની પૂજામાં ઉપયોગમાં થનારી સામગ્રીઓ મોટેભાગે શ્વેત વર્ણની હોય છે. જેવુ કે સફેદ ચંદન , સફેદ વસ્ત્ર , ,ફુલ દહી-માખણ , સફેદ તલનો લાડુ , ચોખા , ઘી , નારિયળ અને તેનુ પાણી , શ્રીફળ , બોર વગેરે.
- આ રીતે સવારે સ્નાન આદિ કરીને સફેદ અથવા પીળા વસ્ત્ર ધારણ કરી વિધિપૂર્વક કળશ સ્થાપના કરો.
-મા સરસ્વતી સાથે ભગવાન ગણેશ , સૂર્યદેવ , ભગવાન વિષ્ણુ અને શિવજીની પણ પૂજા અર્ચના કરો.
- સફેદ ફુલ માળા સાથે માતાને સિંદૂર અને અન્ય શૃગાંરની વસ્તુઓ પણ અર્પિત કરો.
-વસંત પંચમીના દિવસે માતાના ચરણો પર ગુલાલ પણ અર્પિત કરવાનુ વિધાન છે.
-પ્રસાદમાં માતાને પીળા રંગની મીઠાઈ કે ખીરનો ભોગ લગાવો.
- યથાશક્તિ ૐ એં સરસ્વતી નમ મંત્રનો જાપ કરો.
- મા સરસ્વતીના બીજમંત્ર 'એં' છે જેના ઉચ્ચારણ માત્રથી જ બુદ્ધિ વિકસિત થાય છે.
-આ દિવસથી જ બાળકોને વિદ્યા અભ્યાસ શરૂ કરવવો જોઈએ. આવુ કરવાથી તેઓ કુશાગ્ર બુદ્ધિ થાય છે અને માતાની કૃપા જીવનમાં સદા કાયમ રહે છે.