સોમવાર, 11 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : બુધવાર, 3 માર્ચ 2021 (15:06 IST)

આયેશા કબર પર જઈને પિતા આરોપીને સજા અપાવવા મેટ્રો કોર્ટ પહોંચ્યા, ગર્ભમાં રહેલું બાળક આરીફનું ન હોવાને લઈ મારઝૂડ- ત્રાસ આપવામાં આવતો

હજી આયેશાની કબ્રના ફૂલ હટયા નથી ત્યાં મોટી બહેન આઘાતમાં બ્રેન સ્ટ્રોક આવ્યો 
આયેશાની ઘટનાને ગણતરીના દિવસો વીત્યાને હવે મોટી બહેન હોસ્પિટલમાં ખસેડવામાં આવી
અમદાવાદ
વટવા વિસ્તારમાં રહેતી અને રાજસ્થાનના ઝાલોર ખાતે પરણેલી આયેશાએ પતિ અને તેના સાસરિયાઓના ત્રાસથી સાબરમતી નદીમાં કુદી આપઘાત કરી લીધો હતો. સાબરમતી રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસે આરોપી પતિ આરીફની રાજસ્થાનના પાલીથી ધરપકડ કરી હતી. પોલીસે આરીફને આજે મેટ્રો કોર્ટમાં રજૂ કર્યો હતો. આરીફને આજે કોર્ટમાં રજૂ કરવાના હતા એ પહેલાં આયેશાને ન્યાય મળે તેના માટે  આઇશાના પિતા સવારે આયેશાની કબર પર દુઆ માગીને આવ્યા હતા. ફરિયાદી આયેશાના પિતાના વકીલ ઝફરખાન પઠાણના જણાવ્યા મુજબ આયેશા અને આરીફ વચ્ચે છેલ્લે જે 70થી 72 મિનિટની વાત થઈ હતી તેમ છેલ્લી દસ મિનિટની વાતચીતમાં આયેશાના ગર્ભમાં રહેલું બાળક આરીફનું નહીં પરંતુ આસિફનું હોવાનું કહે છે અને તેને લઇ આરીફ અને તેના સાસરિયાઓ આયેશાને હેરાન તેમજ મારઝૂડ કરતા હતા.
ફરીયાદીના વકીલ ઝફરખાનના જણાવ્યા મુજબ મૃતક આયેશાની કબ્રના ફૂલ હટયા નથી ત્યાં મોટી બહેન આઘાતમાં બ્રેન સ્ટ્રોક આવ્યો હોવાની માહિતી મળી છે. નાની બહેનને ગુમાવવાના દુઃખમાંથી પરિવાર હજી બહાર નથી આવ્યો ત્યાં મોટી બહેન પિંકીને હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. 
 
રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસે આરોપી આરીફનાના પાંચ દિવસના રિમાન્ડની માગ કરી હતી. કોર્ટમાં પોલીસે રજુઆત કરી હતી કે આરોપીનો ફોન રિકવર કરવાનો બાકી છે અને આપઘાત કર્યાના દિવસથી કોને કોને મળ્યો હતો, કોને કોને વિડીયો વાઇરલ કર્યો હતો તે અંગે જાણકારી મેળવવાની છે.  જેના માટે કોર્ટે દલીલો ગ્રાહય રાખી ત્રણ દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે. આ મામલે આગામી દિવસમાં કોર્ટમાં વધુ રિમાન્ડની પણ માગ કરવામાં આવશે કારણકે ફરીયાદમાં પોલીસે માત્ર આરીફનું નામ જ છે પરંતુ તેના સસરા, સાસુ અને નણંદે ભેગા મળી અને ત્રાસ આપ્યો હતો.