બુધવાર, 13 નવેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 25 જૂન 2024 (14:15 IST)

ગુજરાતમાં ડ્રગ્સ વેચનારની મિલકતોની હરાજી કરાશે, ડ્રગ્સની હેરાફેરીમાં 2607 લોકો ઝડપાયા

Ahmedabad Crime
ગુજરાતમાં છેલ્લાં ચાર વર્ષમાં 9,679 કરોડનું 87,650 કિલો ડ્રગ્સ પકડાયું છે. રાજ્યમાં ડ્રગ્સનું દૂષણ રોકવા ગૃહ વિભાગ ‘અપ ટુ બોટમ અને બોટમ ટુ અપ’ સિસ્ટમથી કામ કરશે. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સોમવારે જણાવ્યું હતું કે ડ્રગ્સના નાનામાં નાના કેસમાં પણ ઉપરી અધિકારીઓ ઝીણવટી તપાસ કરીને તેના જડમુળ સુધી પહોંચશે.

આટલું જ નહીં ડ્રગ્સના ધંધામાં ખૂબ જ પૈસા હોવાથી આ પૈસાનો ઉપયોગ નાર્કો ટેરરીઝમમાં થતો હોવાથી ડ્રગ્સનો ધંધો કરતા લોકોની મિલકતો ટાંચમાં લઈને તે પૈસા ગુજરાતના લોકોના વિકાસ પાછળ વાપરશે. ચાર વર્ષમાં ડ્રગ્સની હેરાફેરીમાં 2607 લોકો ઝડપાયા છે. હવે ડ્રગ્સ વિરુદ્ધ મોટાપાયે અભિયાન છેડાશે. રાજ્યના ગૃહ વિભાગ દ્વારા એન્ટી ડ્રગ્સ કેમ્પેઈન શરૂ કરવામાં આવ્યુ છે. જે વિશે વાત કરતા ડીજીપી વિકાસ સહાય એ જણાવ્યું હતું કે, 3 પ્રકારના ડ્રગ્સનું ચલણ છે. જેમાં નેચરલ, સેમી સિન્થેટીક અને સિન્થેટીક. આ તમામ ડ્રગ્સ અફીણ, ગાંજા અને કોકો પાઉડરમાંથી બને છે. જેમાં એમડી ડ્રગ્સ સિન્થેટીક ડ્રગ છે. 2023 ના એક રિપોર્ટ મુજબ દુનિયામાં 296 મીલીયન ડ્રગ યુઝર છે.ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે,ડ્રગ્સ પકડવા માટે એટીએસની ટીમ મધદરિયે તેમજ પાકિસ્તાન બોર્ડર સુધી જીવના જોખમે જાય છે.

જેથી એટીએસની ટીમ માટે તેમજ ગુજરાતમાં પણ બાતમીદારોનું નેટવર્ક સક્રિય કરવા માટે ગૃહ ખાતે એ રિવોર્ડ આપવાનું શરુ કર્યુ હતુ. જેના ભાગરૂપે ડ્રગ્સ પકડનારા 105 પોલીસ અધિકારી - કર્મચારીને રૂ.16 લાખનું રિવોર્ડ આપવામાં આવ્યુ છે.લોકસભાની ચૂંટણીઓ દરમિયાન ભારતનાં ચૂંટણીપંચ (ECI) દ્વારા દેશભરમાં જપ્ત કરાયેલા ડ્રગ્સના કુલ મૂલ્યમાંથી લગભગ 30% ડ્રગ્સ ગુજરાતમાં છે એવું ચૂંટણી પેનલ દ્વારા જારી કરાયેલા ડેટામાં જણાવાયું છે. 3,958.85 કરોડ રૂપિયાના કુલ મૂલ્ય સાથે 1 માર્ચથી 18 મેની વચ્ચે ECIના પ્રલોભન સામેના ક્રેકડાઉનમાં ડ્રગની જપ્તીઓ ટોચ પર છે. આ રકમ રૂ. 8,889 કરોડની કિંમતની છે. ECના જણાવ્યા મુજબ, રૂ. 3,958.85 કરોડમાંથી રૂ. 1,187.8 કરોડ અથવા લગભગ 30 ટકા એકલા ગુજરાતમાંથી જપ્ત કરવામાં આવ્યું હતું. ડ્રગ્સ અને સાઇકોટ્રોપિક પદાર્થો સહિત પ્રલોભન સામે ઉન્નત જાગૃતતા, મોટી જપ્તી ક્રિયાઓ અને સતત વધારામાં પરિણમી છે. દવાની જપ્તી સૌથી વધુ છે. ખર્ચની દેખરેખ, ચોક્કસ ડેટા અર્થઘટન અને અમલીકરણ એજન્સીઓની સક્રિય ભાગીદારીનાં ક્ષેત્રોમાં જિલ્લાઓ અને એજન્સીઓના નિયમિત ફોલોઅપ્સ અને સમીક્ષાઓને કારણે માર્ચ 1થી જપ્તીમાં આ નોંધપાત્ર વધારો થયો છે.