રવિવાર, 24 નવેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 18 જુલાઈ 2024 (11:41 IST)

સુરતમાંથી ATSએ ઝડપી ડ્રગ્સની ફેક્ટરી, કરોડોનું મટિરિયલ ઝડપાયું

સુરતના પલસાણાનાં કારેલીનાં રહેણાંક વિસ્તારમાં પતરાનાં એક ગોડાઉનમાં ATSએ રેડ પાડી હતી. ATS એ બાતમીના આધારે પલસાણા તાલુકાના કારેલી ગામની સીમમાં આવેલ રહેણાક વિસ્તારમાંથી ડ્રગ્સ જેવું ફેંકી પદાર્થ બનાવવાની ફેકટરી ઝડપી પાડી છે.

જ્યાં ગોડાઉનમાંથી મોટી માત્રામાં ડ્રગ્સ જેવું કેફી પદાર્થ બનાવાનું રો મટિરિયલ મળી આવ્યું હતું. મોટા પ્રમાણમાં ડ્રગ્સનું પ્રોડક્શન થતું હોવાનું માલુમ પડતાં એ.ટી.એસની ટીમે ઘટના સ્થળ ઉપર જ એફએસએલની ટીમને ફેકટરી ખાતે બોલાવી અને ડ્રગ્સ હોવાની પુષ્ટિ કરવામાં આવી હતી.

જેને પગલે એ.ટી.એસની ટીમે ફેક્ટરીમાંથી મોટી માત્રામાં ડ્રગ્સ બનાવવાનું રો મટિરિયલનો મુદામાલ કબ્જે કર્યો હતો અને ઘટના સ્થળ પરથી બે ઇસમોની અટકાયત પણ કર્યા હોવાની સૂત્રો પાસેથી માહિતી મળી છે. આ ફેકટરીમાં બીજા કેટલા ઈસમો સંડોવાયેલા છે તેમજ રો મટિરિયલ ક્યાંથી લાવ્યા હતા અને આ રો મટિરિયલ કયા મોકલવાના હતા તેની તપાસ હાલ એટીએસ કરી રહી છે.