બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : સોમવાર, 28 જૂન 2021 (09:43 IST)

અમદાવાદમાં સરસપુર ખાતે ભગવાન જગન્નાથને 400 કિલો કેસર કેરીનો મનોરથ કરાયો

ભગવાન જગન્નથજીની 144મી રથયાત્રા નીકાળવા અંગે હજુ કોઈ નિર્ણય કરવામાં આવ્યો નથી. પરંતુ ભગવાનના મોસાળ સરસપુર ખાતે રથયાત્રાને લઈને તૈયારીઓ ચાલી રહી છે. સરસપુર ખાતેના રણછોડજી મંદિર ભાણેજના સ્વાગત માટે તૈયાર છે. દર વર્ષની જેમ મામેરું અને ભાણેજનું ભાવભીનું સ્વાગત કરવા મોસાળ ખાતે તૈયારી શરૂ કરાઇ છે. બીજી તરફ સ્થાનિક પોલીસ દ્વારા પણ ફૂટ પેટ્રોલિંગ કરીને રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

દર વર્ષની જેમ આ વર્ષે રથયાત્રા નીકળશે કે પછી ગત વર્ષની જેમ મંદિર પરિસરમાં જ રથ રહેશે તે અંગે હજુ કોઈ નિર્ણય કરવામાં આવ્યો નથી. પરંતુ ભગવાન જગન્નાથજીના મોસાળ સરસપુર ખાતે નગરજનો તૈયારી કરી રહ્યા છે. અત્યારે ભગવાન મોસાળે આવ્યા છે ત્યારે રોજ મોટી સંખ્યામાં લોકો દર્શનનો લાભ લઈ રહ્યા છે. મંદિર તરફથી પણ મંદિર બહાર સરસપુર ચાર રસ્તા સુધી લાઈટિંગ અને મંડપ બાંધવામાં આવ્યો છે. આજે ભગવાનને 400 કિલો કેસર કેરીનો મનોરથ કરવામાં આવ્યો હતો.ભાણેજના આગમનને લઈને અલગ અલગ કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે. મામેરાની પણ પૂરી તૈયારી કરવામાં આવી છે. સરસપુરમાં રથયાત્રાના રૂટ પર પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ પણ કરવામાં આવી રહ્યું છે. આમ સમગ્ર સરસપુર રથયાત્રાને લઈને આતુર છે અને રથયાત્રાની તૈયારીમાં જોડાયું છે.આ અંગે રણછોડજી મંદિરના ટ્રસ્ટી ઉમંગ પટેલે જણાવ્યું હતું કે, અમે અમારી રીતે તૈયારી કરી રહ્યા છે. જગન્નાથ મંદિર તરફથી કે સરકાર તરફથી કોઈ સૂચના આપવામાં આવી નથી. પરંતુ રથયાત્રા નીકળે કે ના નીકળે અમે તૈયારીઓ કરી છે. મામેરું પરંપરાગત રીતે થાય છે તે અને કરીશું.