બુધવાર, 13 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 26 ફેબ્રુઆરી 2021 (18:52 IST)

રોડ શો જોઈને મારી આંખો માં આંસુ આવી ગયા : અરવિંદ કેજરીવાલ

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ નો ભવ્ય રોડ શો સુરતમાં યોજાયો હતો મીની બજાર થી સીમાડા તક્ષશીલા કોમ્પ્લેક્ષ સુધી રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું તક્ષશીલા કોમ્પ્લેક્ષ કે જ્યાં આગળ અગ્નિકાંડ સર્જાયો હતો જેમાં ૨૨ ભૂલકાઓ મોતને ભેટ્યા હતા ત્યાં રોડ-શો સમાપન કરીને જાહેર સભાને સંબોધી હતી.
 
જાહેર સભામાં અરવિંદ કેજરીવાલે સુરતની જનતાનો આભાર માન્યો હતો તક્ષશિલા મા નિર્દોષ માસૂમ બાળકો મોતને ભેટ્યા હતા તેમને શ્રદ્ધાંજલિ આપીને તેઓ જાહેર સભાના મંચ ઉપર આવ્યા હતા આવતાની સાથે જ તેમણે સીધું પોતાનું સંબોધન શરૂ કરી દીધું હતું જેમાં તેમણે આવનાર દેશોમાં સુરતની અને ગુજરાતની રાજનીતિમાં નવી બ્રાહ્મણ એક રાજનીતિ લાવવા માટેની વાત કરી હતી સુરતની જનતાને દિલ્હી માફક જ તમામ સુવિધાઓ આપવાની તેમણે વાત કરી હતી.
 
કેજરીવાલે મંચ પરથી સુરતમાં ગુજરાતમાં કોંગ્રેસના સુપડા સાફ થઈ જવાની વાત કરી હતી તેમણે જાહેરમાં જ પરથી કોંગ્રેસના કેટલાક સારા નેતાઓને આમ આદમી પાર્ટીમાં જોડાઇ જવા માટે આહ્વાન કર્યું હતું તેમજ ભાજપ ની અંદર જે સાચા દેશભક્ત અને દેશના વિકાસની અંદર પ્રામાણિકતાથી પોતાનું યોગદાન આપવાની છે રહ્યા છે તેમને આમ આદમી પાર્ટીમાં જોડાવવા માટે અપીલ કરી હતી.
 
આગામી દિવસોમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત તેમજ નગરપાલિકાના જે નીચે ચૂંટણીઓ છે તેમાં આમ આદમી પાર્ટીને મત આપવા માટે લોકોને અપીલ કરી હતી તેમણે ખેડૂતોની વાત કરતાં કહ્યું કે ગુજરાતના ખેડૂતોને યોગ્ય નથી મળ્યો વીજળી નથી મળી રહી તેમને ઉપજની યોગ્ય કિંમત નથી મળી રહી આ તમામ મુશ્કેલી આમ આદમી પાર્ટી સત્તા પર આવ્યા બાદ ખેડૂતોને નહીં રહે તેવું તેમણે આશ્વાસન આપ્યું હતું.
 
બે થી ત્રણ કિલોમીટર જેટલો લાંબો રોડ શો યોજાયો હતો જેમાં પાટીદારો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અરવિંદ કેજરીવાલે સુરતની જનતાને વિશ્વાસ આપ્યો છે કે તક્ષશિલા કાન્હો મહિલા ભૂલકાઓના પરિવારજનોને ન્યાય મળે તેવા પ્રયાસો કરવામાં આવશે.
 
૨૫ વર્ષમાં ભારતીય જનતા પાર્ટીએ જે નથી કર્યું તે અમે પાંચ વર્ષમાં કરીને બતાવીશ સત્તાધારી પાર્ટી નિયતમાં ખોટ હોવાને કારણે તેઓ લોકોને ભ્રષ્ટાચાર મુક્ત શાસન નથી આપી શક્યા આમ આદમી પાર્ટી શાસનમાં આવશે તો ભાઈ અને ભ્રષ્ટાચાર વગરનું શાસન આપશે.
 
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આગામી વિધાનસભામાં આમ આદમી પાર્ટી આશ્ચર્યજનક રીતે સફળ થશે એવું જાહેર મંચ પરથી હુંકાર ભર્યો હતો. વિધાનસભા ની અંદર યુવા નેતૃત્વને સ્થાન મળશે અને હવે સરકાર પાસે યુવાનોને  રોજગારી માટે ભેખ નહીં માંગે તેઓ પોતે રોજગારી ઊભી કરીને પોતાના હક માટે લડાઈ લડશે.