રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 9 મે 2022 (09:46 IST)

અમદાવાદથી ટ્રાવેલ્સમાં રાજસ્થાન મોકલાયેલી 450 કિલો ચાંદીની પાટો સાથે એકની ધરપકડ

450 kg silver
અમદાવાદથી ખાનગી ટ્રાવેલ્સની બસમાં બિલ અને જરૂરી કાગળ વિના શનિવારે 8 કરોડની 1222 કિલો ચાંદી રાજસ્થાનના બલીચા બાયપાસ પાસે પકડવામાં આવી હતી. આ ચાંદી મગાવનાર માલિકનો રવિવારે એટલે કે બીજા દિવસે પણ કોઈ પત્તો લાગ્યો નથી. ધરપકડ કરાયેલા બસ ડ્રાઈવરે હજુ સુધી જણાવ્યું નથી કે આ માલ કોનો છે.

ગોવર્ધન વિલાસના પોલીસ ઇન્સ્પેક્ટર ચૈલ સિંહે જણાવ્યું કે પોલીસે અમદાવાદના રહેવાસી ઘેમરભાઈની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી છે.તેણે માત્ર એટલું જ જણાવ્યું છે કે, આ માલ ટ્રાવેલ્સની ઓફિસથી લોડ કરવામાં આવ્યો હતો અને ઉદયપુર, નાથદ્વારા, જયપુર, આગ્રા સુધી ડિલિવરી થવાની હતી. તેને ખબર નથી કે આ પાર્સલ કોણે મુકાવ્યા હતા. આ કેસમાં મૂળ માલિક અને તેના સાગરીતો સુધી પહોંચવા માટે પોલીસે ટીમ બનાવી એક ટીમ અમદાવાદ મોકલી તપાસ કરી આરોપીઓની ધરપકડ કરવામાં આવશે.પોલીસે જ્યારે બસ રોકી તપાસ કરી ત્યારે ડેકીમાં નાનાંમોટાં 105 પાર્સલ મળી આવ્યાં હતાં, જેમાં ચાંદીની પાટો અને ઘરેણાં હતાં. ચાંદીની પાટનું વજન 450 કિલો અને ઘરેણાં 722 કિલો વજનના હતા. માર્કેટ ભાવ મુજબ તેની કિંમત અંદાજિત 8 કરોડ રૂપિયા થાય છે. આ ચાંદી મોકલનારા કે મગાવનારા કોઈની પણ ઓળખ થઈ નથી.