બુધવાર, 13 નવેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: શનિવાર, 20 જાન્યુઆરી 2024 (12:54 IST)

વડોદરા બોટ દુર્ઘટનામાં જવાબદાર 3 ડાયરેક્ટરો સહિત 6 આરોપીઓની ધરપકડ

Arrest of 6 accused including 3 directors responsible in Vadodara boat accident
વડોદરા શહેરના હરણી તળાવની દુર્ઘટનામાં 12 માસુમ બાળકો અને બે શિક્ષકોના મૃત્યુ થયા છે. આ મામલે બેદરકારી તથા નિષ્કાળજી દાખવવા બદલ 18 લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.વડોદરા શહેર પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોતે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે જણાવ્યું કે, આ દુર્ઘટનાની સારી રીતે તપાસ થાય તે માટે SITની રચના કરવામાં આવી છે.પોલીસની ટીમ દ્વારા કરાર અને કાગળોની વિગતો મેળવવામાં આવી રહી છે.
 
પોલીસની નજરોમાં તમામ ગુનેગારો એકસમાન
આ દુર્ઘટના અંગે વાત કરતા તેમણે કહ્યું હતું કે, આ ઘટનામાં જવાબદાર કોઈ પણ હોય પછી ભલે તે મોટુ માથું કેમ ના હોય તો પણ તેને છોડવામાં નહી આવે. પોલીસની નજરોમાં તમામ ગુનેગારો એકસમાન છે. તેમના વિરુદ્ધ સખત કાર્યવાહી કરવામાં આવશે. આ દુર્ઘટનામાં સંડોવાયેલા અમુક આરોપીઓ નડિયાદ ભાગી ગયા હોવાની માહિતી મળી છે. આ સિવાય દુર્ઘટનામાં કોર્પોરેશનના અધિકારીઓનો શું રોલ છે? તેની પણ ચકાસણી કરવામાં આવી રહી છે. આ કર્મચારીઓનો અભ્યાસક્રમ શું છે? તેની પણ ચકાસણી કરવામાં આવશે. 
 
કુલ 6 આરોપીઓની ધરપકડ કરી
આ કંપનીના ૩ ડાચરેક્ટરોની હાલ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આ દુર્ઘટનામાં જવાબદાર 3 ડાયરેક્ટરો સહિત કુલ 6 આરોપીઓની પોલીસે ધરપકડ કરી. આ આરોપીઓમાંથી એકનું મૃત્યુ થયું છે, એવી માહિતી મળી છે, જેની પોલીસ ખરાઈ કરવામાં આવી છે. આ દુર્ઘટનામાં પોલીસ આરોપીઓના સરનામા પણ બદલાયા છે, જે મામલે અમે નવા સરનામા પણ મેળવી લીધા છે.