Ahmedabad અમદાવાદના યુવકની અમેરિકામાં હત્યા, પહેલા અપહરણ કરી ખંડણી માંગી, મૃતદેહને નદીમાં ફેંક્યો
અમેરિકામાં છેલ્લા ઘણા સમયથી ગુજરાતીઓ પર જીવલેણ હુમલાની ઘટના બની રહી છે ત્યારે હવે વધુ એક ગુજરાતી યુવકની હત્યાના સમાચાર સામે આવ્યા છે. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ કોલંબિયામાં ગુજરાતી યુવકનું પહેલા અપરહરણ કરીને ત્યારબાદ તેની હત્યા કરી તેમના મૃતદેહને નદીમાં ફેંકી દીધો હતો.
અમેરિકામાં ગુજરાતીની હત્યાની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. હવે અમદાવાદના યુવકનું કોલંબિયામાં ત્રાસવાદીઓએ પહેલા અપહરણ કર્યુ હતું અને બાદમાં ખંડણી માંગી હત્યા કરી દેવામાં આવી હતી. અમેરિકામાં રહેતા હિરેન ગજેરા કે જે મિત્રના પિતાની બર્થડે પાર્ટીમાં ગયો હતો ત્યાથી પરત ફર્યો ન હતો અને એમ્પાલમે શહેરમાંથી જ તેનું ત્રાસવાદિઓએ અપહરણ કરી લીધુ હતું. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ ત્રાસવાદીઓએ 1 લાખ યૂએસ ડોલર અથવા 70 કિલો ડ્રગ્સની ખંડણી માંગી હતી.
હિરેન ગેજરાની હત્યા કરીને તેમના મૃતદેહને નદીમાં ફેંકી દીધો હતો.અમદાવાદના મેમનગર વિસ્તારમાં રહેતા ડો. એમ. કે. ગજેરાના 41 વર્ષીય પુત્ર હિરેન ગજેરા વર્ષ 2006માં અમેરિકા ગયો હતો અને ત્યા અમેરિકાના એમ્પાલ શહેરમાં સાગના લાકડાનો બિઝનેસ કરતો હતો. તેઓ વર્ષ 2014માં અમેરિકાથી અમદાવાદ પરત આવ્યા હતા. જો કે ગયા વર્ષની માર્ચમાં ફરી અમેરિકા ગયા હતા. તેઓએ ક્યૂએન્કા શહેરમાં નવું ઘર પણ બનાવ્યું હતું. હિરેન ગજેરાના અપહરણ બાદ ત્રાસવાદીઓની કરેલી માંગણી અને શરત તેના પરિવારે માની હતી તેમ છંતા તેની હત્યા કરી દેવામાં આવી હતી. તેની હત્યાથી પરિવારમાં શોકનું મોજૂ ફરી વળ્યુ હતું.