અરબી સમુદ્રમાં પકડાયા 10 પાકિસ્તાની, બોટ દ્વારા ભારતીય હદમાં પ્રવેશી રહ્યા હતા
પાકિસ્તાન પોતાની આદતોથી બાજ નથી આવી રહ્યુ. ભારતીય કોસ્ટ ગાર્ડે રવિવારે પોરબંદરમાં દસ પાકિસ્તાનીઓને ભારતીય જળસીમામાં પકડી પાડ્યા હતા અને શનિવારે રાત્રે અરબી સમુદ્રમાં પોતાના ઓપરેશન દરમિયાન કોસ્ટ ગાર્ડ શિપ 'અંકિત'એ પાકિસ્તાની બોટ 'યાસીન'ને અટકાવ્યા બાદ આ બધું બન્યું હતું. આ બોટમાં ક્રૂ સાથે પાકિસ્તાનીઓ સવાર હતા.
વાસ્તવમાં ન્યૂઝ એજન્સી ANIના અહેવાલ મુજબ પાકિસ્તાની બોટ ભારતીય જળસીમામાં ઘૂસવાનો પ્રયાસ કરી રહી હતી. હાલમાં ભારતીય કોસ્ટ ગાર્ડના અધિકારીઓએ જણાવ્યું છે કે પાકિસ્તાની ક્રૂને પૂછપરછ માટે પોરબંદર લાવવામાં આવી રહ્યા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, પાકિસ્તાની બોટ ભારતીય જળસીમામાં છથી સાત માઈલ અંદર ઘૂસી ગઈ હતી. ભારતીય તટરક્ષક દળના જહાજને પાકિસ્તાની બોટ દેખાતાની સાથે જ તેઓ પાછા ભાગવા લાગ્યા, ત્યારબાદ તેઓ પકડાઈ ગયા
જણાવી દઈએ કે આ પહેલા શુક્રવારે જ પંજાબના ફિરોઝપુર જિલ્લામાં બોર્ડર પર BSF દ્વારા પાકિસ્તાનની એક બોટ પકડી લેવામાં આવી હતી. બીએસએફના એક અધિકારીએ જણાવ્યું હતું કે પેટ્રોલિંગ દરમિયાન આંતરરાષ્ટ્રીય સરહદ પર બોટ પકડાઈ હતી. આવી બોટનો ઉપયોગ કરીને ડ્રગ્સના કન્સાઇનમેન્ટની હેરફેર કરવામાં આવે છે. શિયાળા દરમિયાન, પાકિસ્તાનીઓ ડ્રગ્સ સપ્લાય કરવા માટે ગાઢ ધુમ્મસનો લાભ લે છે.