રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 19 સપ્ટેમ્બર 2019 (11:48 IST)

આણંદમાં ભારે બાફના વચ્ચે એકાએક વરસાદ પડતાં લોકોને રાહત મળી

આણંદમાં અડધો કલાકમાં એક ઇંચ વરસાદ ખાબક્યો હતો. નીચાણ વાળા વિસ્તારોમાં તથા માર્ગો ઉપર બપોરે ઢીંચણ સમા પાણી વહેતા જોવા મળ્યાં હતાં. આણંદ તાલુકામાં 1995 અને 2005માં 160% થી વધુ વરસાદ નોંધાયો હતો. જ્યારે આણંદ તાલુકામાં ચાલુ વર્ષે જિલ્લાનો સૌથી વધુ વરસાદ 150 ટકા નોંધાયો છે. આણંદ ઉપરાંત પેટલાદ અને બોરસદમાં પણ અડધો ઇંચ વરસાદ નોધાયો છે. જ્યારે તારાપુર, સોજિત્રા અને ખંભાતમાં હળવા વરસાદી ઝાંપટા વરસ્યા હતાં. શહેરમાં જ અડધા કલાકમાં એક ઇંચ વરસાદ વરસતાં બોરસદ ચોકડી, મંગળપુરા વિસ્તાર, પાધરીયા, ઇસ્માલઇ નગર સહિતના વિસ્તારોમાં ઢીંચણ સમા પાણી ભરાઇ ગયાં હતાં. પશ્વિમ બંગાળની ખાડીમાં સર્જાયેલ લો પ્રેશર સિસ્ટમ ગુજરાત તરફ આગળ ધપી રહી છે. અને તેની ખાસ અસર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વર્તાશે. અગામી 19 થી 26મી તારીખ સુધી હળવાથી ભારે વરસાદના ઝાપટાં પડવાની વકી છે. તારીખ 21મી અને 26મીના રોજ મધ્યગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસે તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઇ છે. ત્યાર બાદ જ વિધી વત રીતે ચોમાસાની પૂર્ણાહૂતિ થશે.