ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 2 ફેબ્રુઆરી 2024 (15:30 IST)

જૂનાગઢમાં યુનિયન બેંક ઓફ ઈન્ડિયાના ઓફિસરે બેંકની સામે જ રેલિંગમાં લટકી જઈ આપઘાત કર્યો

An officer of Union Bank of India committed suicide by hanging himself from the railing in front of the bank in Junagadh
An officer of Union Bank of India committed suicide by hanging himself from the railing in front of the bank in Junagadh
જૂનાગઢ શહેરમાં આવેલી યુનિયન બેંક ઓફ ઈન્ડિયામાં ફરજ બજાવતા ઓફિસરે આજે પરોઢિયે બેંકની સામે જ આવેલી રેલિંગમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતાં ચકચાર મચી છે. આત્મહત્યાનો હચમચાવી નાખતો સમગ્ર બનાવ બેંક પાસે લાગેલા સીસીટીવીમાં કેદ થયો હતો.

પોલીસે એક સુસાઈડ નોટ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. આત્મહત્યા પાછળનું સ્પષ્ટ કારણ હજી જાહેર કરાયું નથી. મૃતદેહને પીએમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.મૂળ ઉત્તરપ્રદેશના રહેવાસી અને જૂનાગઢના ઝાંઝરડા રોડ પર આવેલી યુનિયન બેંક ઓફ ઈન્ડિયાની રિજનલ બ્રાન્ચમાં ફરજ બજાવતા ઓફિસર સિયારામ પ્રસાદે આજે પરોઢિયે સાડાચાર વાગ્યે બેંકની સામે જ આવેલી રેલિંગમાં દુપટ્ટો બાંધી લટકી જઈ આપઘાત કર્યો છે. રાત્રિના સમયે જ ઘરેથી નીકળી ગયેલા સિયારામ પ્રસાદ તેમના ઘરે હાજર ન મળતાં તેમનાં પત્નીએ તેમની વાત તેમના સહકર્મચારીઓને કરી હતી. ત્યાર બાદ તેમનો પરિવાર અને અન્ય કર્મચારીઓ સિયારામ પ્રસાદને શોધવા માટે નીકળ્યા હતા. ત્યારે સિયારામ પ્રસાદે તેઓ જ્યાં નોકરી કરતા હતા એ બેંકની સામે જ રેલિંગમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધાની જાણ થતાં પરિવારો પર આભ ફાટ્યું હતું.બેંક ઓફિસરે બેંકની સામે જ આવેલી રેલિંગમાં આત્મહત્યા કરી હતી. આ સમગ્ર ઘટના કોમ્પ્લેક્સ અને બેંકના સીસીટીવીમાં કેદ થઈ હતી. વહેલી સવારે જ્યારે કોમ્પ્લેક્સમાં તમામ દુકાનો અને ઓફિસો બંધ હતી ત્યારે અહીં આ ઘટના બની હોવાનું સીસીટીવીમાં દેખાઈ રહ્યું છે. પોલીસે એક સુસાઈડ નોટ પણ કબજે કરી હોવાનું જાણવા મળ્યું છે. જોકે હાલ આત્મહત્યા પાછળનું ચોક્કસ કારણ જાહેર થયું નથી. પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.