શનિવાર, 21 સપ્ટેમ્બર 2024

( ! ) Notice: Undefined property: stdClass::$alttext in /u2/websites/gujarati-uat.webdunia.com/application/modules/article/views/scripts/manager/theme6-article-content.php on line 6
Call Stack
#TimeMemoryFunctionLocation
10.0000240328{main}( ).../bootstrap.php:0
20.22886089592Zend_Application->run( ).../bootstrap.php:62
30.22886089728Zend_Application_Bootstrap_Bootstrap->run( ).../Application.php:366
40.22896090784Zend_Controller_Front->dispatch( ).../Bootstrap.php:97
50.24986402248Zend_Controller_Dispatcher_Standard->dispatch( ).../Front.php:954
60.26146734624Zend_Controller_Action->dispatch( ).../Standard.php:308
70.26156750400Article_ManagerController->displayAction( ).../Action.php:516
81.14707286440partial ( ).../ManagerController.php:848
91.14707286880Zend_View_Abstract->__call( ).../ManagerController.php:848
101.14737291744call_user_func_array:{/u2/websites/gujarati-uat.webdunia.com/library/Zend/View/Abstract.php:350} ( ).../Abstract.php:350
111.14737292488Zend_View_Helper_Partial->partial( ).../Abstract.php:350
121.14767307016Zend_View_Abstract->render( ).../Partial.php:105
131.14767324024Zend_View->_run( ).../Abstract.php:888
141.14767325976include( '/u2/websites/gujarati-uat.webdunia.com/application/modules/article/views/scripts/manager/theme6-article-content.php' ).../View.php:108
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : સોમવાર, 13 જાન્યુઆરી 2020 (10:53 IST)

અમિત શાહ આજે ગુજરાતમાં, દેશના પ્રથમ સાયબર ક્રાઇમ પ્રીવેન્શન યુનિટીનું ઉદઘાટન કરશે

રાજ્યના નાગરિકોને આધુનિક ટેક્નોલોજીથી સુસજ્જ સુરક્ષા વ્યવસ્થા મળી રહે તે માટે  અને કાયદો - વ્યવસ્થાની પરિસ્થિતિને વધુ સુદ્રઢ બનાવવા માટે રાજ્ય સરકારે અનેકવિધ નવતર આયામો હાથ ધર્યા છે જેના ભાગરૂપે આગામી ૧૧મી જાન્યુઆરી - ૨૦૨૦ના રોજ કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ જન-જનની સલામતી અને સુરક્ષા માટેના ગુજરાત પોલીસના વિવિધ પ્રકલ્પોનો ગાંધીનગરના મહાત્મા મંદિરથી શુભારંભ કરાવશે.
 
અદ્યતન ટેક્નોલોજીથી સુસજ્જ એવા રૂા. ૩૧૫ કરોડના ખર્ચે તૈયાર થયેલ વિડીયો ઇન્ટીગ્રેશન એન્ડ સ્ટેટ વાઇડ એડવાન્સ સીક્યોરીટી - VISWAS પ્રોજેક્ટ હેઠળ ૧૨૫૬ જંકશન ઉપર ૭,૦૦૦થી વધુ CCTV કેમેરા લગાવાશે. આ કેમરા ૩૩ જિલ્લાના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ‘‘નેત્રંગ’’ સાથે જોડાશે. સ્ટેટ કમાન્ડ એન્ડ કંટ્રોસ સેન્ટર ત્રિ-નેત્ર સાથે જોડાશે. આ પ્રોજેક્ટમાં સક્રીય ટ્રાફિક મેનેજમેન્ટ, નિયંત્રણ અને એન્ફોર્સમેન્ટ, અપરાધિત બનાવોની તપાસ અને વિડીયો ફોરેન્સીક, ફોર્સ મલ્ટીપ્લાયર ઇફેક્ટથી થશે, પોલીસની કાર્યક્ષમતામાં વધારો, માર્ગ-સલામતી અને અર્બન મોબીલીટી, મહિલા - બાળકો અને વરિષ્ઠ નાગરિકો માટે શેરીઓની સુરક્ષા અને રાજ્યના તમામ શહેરો, જિલ્લા મુખ્યાલયોને અને પર્યટન સ્થળોને ચુસ્ત સુરક્ષા પૂરી પડાશે.
 
દેશમાં વધી રહેલા સાયબર ક્રાઇમને નાથવા માટે ગુજરાતે પહેલ કરીને સમગ્ર દેશને નવો રાહ ચિંધ્યો છે. આ માટે સાયબર આશ્વસ્ત - CYBER AASHVAST પ્રોજેક્ટનો પણ શુભારંભ કરાશે. જેમાં દેશનું પહેલું સાઇબર ક્રાઇમ પ્રિવેન્સન યુનિટ કાર્યાન્વિત થશે, આ યુનિટ સાયબર ફ્રોડ અને ક્રિમીનલ્સથી નાગરિકોને માહિતગાર કરશે. સાથે -સાથે સાયબર ફ્રોડ માટે વપરાતા નંબરોનો સૌથી મોટો ડેટા બેઝ પોર્ટલ ઉપર તૈયાર કરાશે. આ ઉપરાંત લોકોના ફોન અને ડીઝીટલ ડિવાઇસના આરોગ્યનું ધ્યાન, મોબાઇલમાં આવતા માલવેર, વાયરસ અને અન્ય ખતરાઓની ચકાસણી પોલીસ કરી શકે તે માટે સાયબર સુરક્ષા લેબ પણ કાર્યાન્વિત થશે.
 
આ સાયબર આશ્વસ્ત પ્રોજેક્ટ થકી પોલીસ નાગરિકોને થતા આર્થિક નુકસાન અટકાવવા માટે સામેથી સંપર્ક કરીને પોલીસ દ્વારા કરેલ કાર્યવાહીની જાણ કરી શકે તે માટે સાયબર ક્રાઇમ ઇન્સીડેન્ટ રિસ્પોન્સ યુનીટ કાર્યાન્વિત થશે આ યુનીટમાં સાયબર ક્રાઇમ પર ત્વરિત કાર્યવાહી કરાશે. તથા ૧૦૦ અને ૧૧૨ નંબર ડાયલ કરતા સાબયર ક્રાઇમ સંબંધિત પોલીસ કર્મી તેની માહિતીના આધારે જરૂરી પગલાં લેશે. આ ઉપરાંત આ પ્રોજેક્ટમાં એક એન્ટી સાયબર બુલીંગ યુનિટ પણ તૈયાર કરાશે, જેમાં ઓનલાઇન હેરેસમેન્ટથી નાગરિકોને બચાવવા માટે મદદ કરાશે. તથા ભોગ બનનારને સોશ્યલ મીડીયાથી જરૂરી તકેદારીઓ માટે સુસજ્જ પણ કરાશે. ભોગ બનનારની માહિતી ગુપ્ત રાખવામાં આવશે.
 
તા.૧૧મી જાન્યુઆરીના રોજ બપોરે ૩.૦૦ કલાકે મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે ગુજરાત ટેકનોલોકલ યુનિવર્સિટીનો ૯મો પદવીદાન સમારોહ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં યોજાનાર છે. આ કાર્યક્રમમાં પણ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ઉપસ્થિત રહી દિક્ષાંત પ્રવચન આપશે. ત્યારબાદ પોતાના લોકસભા મત વિસ્તાર ગાંધીનગર લોકસભા મત વિસ્તારના નારણપુરા વિધાનસભા વિસ્તારમાં યોજાનાર કાર્યકરોના સ્નેહમિલન કાર્યક્રમમાં પણ કેન્દ્રીય ગૃહમંત્રી ઉપસ્થિત રહેશે.