અમેરિકાનાં ખ્રિસ્તી જોસેફ બન્યાં સન્યાસી, શિવરાત્રી મેળામાં આવી લગાવ્યો ધૂણો
અમેરિકાના શિકાગો શહેરના રહેવાસી અને મૂળ ખ્રિસ્તી ધર્મના યોગ ગૂરૂ, ગીટાર વાદક એ છેલ્લા સાત વર્ષથી સન્યાસ લઈ લીધો છે. અમેરિકાના શિકાગો શહેરમાં રહેતાં રોબર્ટ જોસેફે મંહત દીપકભારતી મહારાજ પાસેથી ગુરૂ દક્ષિણા લીધી છે. સન્યાસી બનવા પાછળનું મૂખ્ય કારણો વિશે જણાવ્યું હતું, કે તેમનાં વતનમાં આવેલા મંદિરમાં નાનપણથી જ તેઓ જતાં હતાં. અને હરે રામ હરે રામ રામ રામ હરે હરે અને શ્રી રામ જય રામ જય જય રામ વગેરે જેવી ધૂન ગવડાવતાં હતાં. ત્યારથી જ તેઓ સનાતન ધર્મથી પ્રભાવિત થયાં હતા.
આ ધૂનને તેમણે પાવર ઓફ મંત્રા ગણાવતાં જણાવ્યું હતું. કે આ મંત્ર જપવાથી શરીરમાં એક અનોખી ઉર્જા ઉત્પન થાય છે. આ બ્રહાંડમાં વિશ્વાસ જ સર્વસ્વ છે, અને જો એ તમારા હૃદયમાં છે તો બધુ શક્ય છે. મૂળ ખ્રિસ્તી ધર્મનાં સન્યાસી શિકાગોમાં મંદિરમાં ધૂન બોલતાં સનાતન ધર્મથી પ્રેરિત થયેલ વ્યક્તિ પોતે ગીટાર વાદક છે. ઉપરાંત સન્યાસી બન્યાં પહેલા પોતનાં વતન શિકાગોમાં તેઓ યોગગૂરૂ હતા. અને અઠવાડિયામાં ત્રણ દિવસ તેઓ યોગનાં ક્લાસ ચલાવતાં હતા. હાલ પણ તેઓ અમદવાદ સહિતનાં વિવિધ રાજ્યોમાં યોગ ક્લાસ અને ગીટારનાં માધ્યમથી ધૂન બોલે છે.