AMC નો મોટો નિર્ણય, જેમણે વેક્સીનનો ડોઝ નથી લીધો તેમને AMTS-BRTS સહિત આ સ્થળો પર પ્રવેશ નહી
વેક્સિનને લઈને AMC એ મોટો નિર્ણય લીધો છે. જો વેક્સિનનો એક પણ ડોઝ નહીં લીધો હોય તો AMTS-BRTS, તેમજ અમદાવાદના કેટલાક સ્થળોએ પ્રવેશ નહીં આપવામાં આવે. વેક્સિન લેવા યોગ્ય જેમણે વેક્સિનનો પ્રથમ ડોઝ અને બીજો ડોઝ લીધો હશે એવા જ લોકોને જ જાહેર સ્થળોએ તેમને એન્ટ્રી આપવામાં આવશે. જેમણે વેક્સિન લીધી હોય તેમને વિવિધ મ્યુનિસિપલ સેવાઓ પર એન્ટ્રી આપવામાં આવશે. પ્રવેશદ્વાર પર રસી પ્રમાણપત્રની ચકાસણી કરવામાં આવશે. 20 સપ્ટેમ્બર, સોમવારથી આ નિયમ અસરકારક બનશે.
કોરોનાથી સુરક્ષિત રહેવા માટે સરકારે વેક્સિનેશન શરૂ કરવામા આવ્યું છે. અમદાવાદ શહેરમાં 36.59 લાખ લોકોને વેક્સિનનો પહેલો ડોઝ અને 16.44 લાખ લોકોને બીજો ડોઝ આમ કુલ 53 લાખથી વધુ લોકોએ વેક્સિન લઇ લીધી છે. હજી પણ કેટલાક લોકો વેક્સિન લઇ રહ્યા નથી, જેથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને હવે નવો નિર્ણય જાહેર કર્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તક આવતી તમામ બિલ્ડીંગ અને જગ્યામાં પ્રવેશ માટે વેક્સિન લીધેલી હોવી ફરજિયાત છે