નવરાત્રિ બગાડશે મેઘરાજા, અંબાલાલ પટેલની આગાહી
અંબાલાલ પટેલની આગાહી
ગુજરાતના હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા રાજ્યમાં ઓગસ્ટના અંતની સાથે સપ્ટેમ્બરની શરુઆત અને મધ્યમાં વરસાદ રહેવાની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છના કેટલાકમા વિસ્તારમા વરસાદ આવી શકે છે.
10 થી 17 ઓક્ટોબર દરિયા કિનારાના ભાગોમાં પવનનુ જોર સાથે વરસાદ રહેશે. દિવાળી આસપાસ વાદળ, પવન ફૂંકાશે. ઓક્ટોબર-નવેમ્બરમા દક્ષિણ ભારતમાં ભારે વરસાદની શક્યતા અંબાલાલે કરી છે.
8 થી 11 સપ્ટેમ્બર સુધી વરસાદની શક્યતા છે. 23 સપ્ટેમ્બરથી ઓક્ટોબર સુધી ભારે ગરમી અનુભવાશે. જેના લીધે લોકલ સિસ્ટમ ઉભી થવાના વરતારો છે.
ઓગસ્ટ મહિનાના અંતમાં તારીખ 26થી 31 દરમિયાન રાજ્યમાં વરસાદ રહેવાની સંભાવના છે. તેમણે સપ્ટેમ્બર મહિના દરમિયાન 12 અને 13 તારીખે તથા 17થી 22 દરમિયાન પણ વરસાદ રહેવાની સંભાવના વ્યક્ત કરી છે. 26 સપ્ટેમ્બરથી શરુ થઈ રહી છે જો આ સમય દરમિયાન વરસાદ થયો તો ખેલૈયાના રંગમાં ભંગ પડી શકે છે.