સોમવાર, 25 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 8 જુલાઈ 2023 (15:29 IST)

અમરનાથ યાત્રાએ ગયેલા વડોદરાના 20 અને સુરતના 10 યાત્રાળુ 3 દિવસથી ટેન્ટમાં ફસાયા

Amarnath Yatra, 20 Pilgrims from Vadodara and 10 from Surat Trapped in Tents
Amarnath Yatra, 20 Pilgrims from Vadodara and 10 from Surat Trapped in Tents
યાત્રીઓએ વીડિયો બનાવીને ગુજરાત સરકાર અને સ્થાનિક તંત્ર પાસે તેમને બહાર કાઢવા માંગ કરી
ખરાબ વાતાવરણને કારણે કપડાં-ગાદલાં સહિતનો સામાન પલડી જતાં હાલત કફોડી બની
 
અમદાવાદઃ હાલમાં અમરનાથની યાત્રા શરુ થઇ ગઈ છે અને દર વર્ષે ગુજરાતમાંથી પણ મોટી સંખ્યામાં યાત્રાળુઓ અમરનાથ યાત્રાએ દર્શન કરવા જતા હોય છે.જોકે, હાલમાં અમરનાથની ચાલુ યાત્રામાં ખરાબ વાતાવરણ સર્જાયું છે. જેને લઈને યાત્રાએ ગયેલા યાત્રાળુઓ ફસાયા છે. ખરાબ હવામાનને કારણે હાલ યાત્રા થંભાવી દેવામાં આવી છે. ત્યારે યાત્રામાં ઉપર પહોંચેલા યાત્રાળુઓને ટેન્ટમાં રોકી દેવામાં આવ્યા છે. જેમાં ગુજરાતમાંથી 10 સુરતના અને 20 વડોદરાના યાત્રાળુ ત્રણ દિવસથી ટેન્ટમાં ફસાયા છે. બરફ અને વરસાદ પડવાને કારણે તેમના ગરમ કપડા સહિતનો સામાન પલળી ગયો છે. ત્યારે યાત્રાળુએ વીડિયો બનાવી તેઓને ત્યાંથી બહાર કાઢવા ગુજરાત સરકારને રજૂઆત કરી છે.
 
30 યાત્રાળુઓમાંથી 10 સુરતના અને 20 વડોદરાના છે
હાલ અમરનાથમાં ખરાબ વાતાવરણમાં વડોદરાના 20 અને સુરતના 10 યાત્રાળુઓ યાત્રામાં અધવચ્ચે ફસાયા છે.આ દરમિયાન મધ્ય યાત્રાએ ગુજરાતના ફસાયેલા 30 યાત્રાળુઓએ વીડિયો બનાવી આપવીતી જણાવી રહ્યા છે. 30 યાત્રાળુઓમાંથી 10 સુરતના અને 20 વડોદરાના છે. જેમાંથી સુરતના યાત્રાળુએ વીડિયો બનાવી ત્યાંની પરિસ્થિતિની આપવીતી જણાવતા કહ્યું હતું કે, યાત્રામાં ખરાબ વાતાવરણને કારણે સતત બરફ અને વરસાદ પડી રહ્યો છે. 
 
સ્થાનિક તંત્ર અને ગુજરાત સરકારને આજીજી 
યાત્રાળુઓએ વીડિયોમાં કહ્યું હતું કે, અમને રાખવામાં આવેલા તમામ ટેન્ટ પણ પલળી ગયા છે. અમે જે ટેન્ટમાં રહીએ છીએ, તેમાં ગાદલાં પણ પલળી ગયા છે અને ખૂબ જ ભયંકર ઠંડી લાગી રહી છે. અમે સતત છેલ્લા ત્રણ દિવસથી આવી પરિસ્થિતિમાં દિવસ પસાર કરી રહ્યા છે.યાત્રાળુએ જણાવી રહ્યા છે કે ખૂબ જ ઠંડીને કારણે અને ગરમ વસ્તુઓ પલડવાથી યાત્રામાં આવેલી મહિલાઓ પણ બીમાર પડવા લાગી છે. યાત્રાળુએ બનાવેલા વીડિયોમાં મહિલા જલ્દીથી તેમને હેલિકોપ્ટર મારફતે બહાર કાઢવા સ્થાનિક તંત્ર અને ગુજરાત સરકારને આજીજી કરી રહી છે .