સોમવાર, 11 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: અમદાવાદ: , ગુરુવાર, 27 જૂન 2019 (09:45 IST)

અલ્પેશ ઠાકોરની મુશ્કેલીમાં વધારો, કોંગ્રેસની અરજી પર આજે અંતિમ સુનાવણી હાથ ધરાશે

ગુજરાત હાઇકોર્ટે કોંગ્રેસના પૂર્વ નેતા અલ્પેશ ઠાકોર અને ગુજરાત વિધાનસભાના સ્પીકર રાજેંદ્વ ત્રિવેદીને નોટીસ જાહેર કરવામાં આવી છે. અલ્પેશ ઠાકોરને ધારસભ્ય પદેથી દૂર કરવાને લઇને કોંગ્રેસની અરજી પર હાઇકોર્ટે આ નોટીસ જાહેર કરી છે. અલ્પેશ ઠાકોર પહેલાં જ કોંગ્રેસ છોડી ચૂક્યા છે પરંતુ ધારાસભ્ય છે. પાર્ટી છોડ્યા બાદ કોંગ્રેસ અલ્પેશ ઠાકોર વિરૂદ્ધ આક્રમક મૂડમાં જોવા મળી રહી છે. કોંગ્રેસના નેતા અશ્વિન કોટવાલે અલ્પેશ ઠાકોરને ધારાસભ્ય પદેથી ગેરલાયક ઠેરરવા હાઈકોર્ટમાં આ અરજી કરી છે. જ્યારે અલ્પેશ ઠાકોર પણ કોર્ટમાં પોતાની દલીલો રજૂ કરી શકે છે. 
 
અલ્પેશ ઠાકોરને ધારાસભ્ય પદેથી ગેરલાયક ઠેરવવાની માગણી સાથે કોંગ્રેસે કરેલી અરજી હાઈકોર્ટે પ્રાથમિક રીતે સ્વીકારી લીધી છે. જેને લઇને આજે 27 જુલાઇના રોજ કોંગ્રેસની અરજી પર આજે અંતિમ સુનાવણી હાથ ધરાશે. અલ્પેશ ઠાકોર ઘણીવાર રાજીનામું આપી ચૂક્યા છે અને તે દર વખતે પાર્ટી તેમની આગળ ઝુકે છે. હાઈકોર્ટે વિધાનસભા સ્પીકર અને અલ્પેશ ઠાકોરને અરજન્ટ નોટિસ ઈશ્યૂ કરી છે. મહત્વનું છે કે લોકસભા ચૂંટણી દરમિયાન પક્ષ વિરોધી કામગીરી મામલે કોંગ્રેસે અલ્પેશ ઠાકોરને ધારાસભ્ય પદેથી ગેરલાયક ઠેરવવાની માગ કરી છે.
ગુજરાત હાઇકોર્ટ પહોંચતાં પહેલાં પાર્ટીએ તેમને બિહારના સહપ્રભારી પદેથી હટાવી દીધા હતા. આ પહેલાં ગુજરાત કોંગ્રેસે પાર્ટી વિરોધી કામ કરવાનો આરોપ લગાવતાં અલ્પેશ ઠાકોરને નોટીસ મોકલી હતી. ગુજરાત કોંગ્રેસે અલ્પેશ ઠાકોર દ્વારા લોકસભાના અપક્ષ ઉમેદવાર માટે કરવામાં આવેલા પ્રચાર અને કોંગ્રેસ વિરૂદ્ધ આપેલા નિવેદનોને રેકોર્ડ કરી પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધીને મોકલ્યા હતા. 
તમને જણાવી દઇએ કે અલ્પેશ ઠાકોરે એપ્રિલ મહિનામાં કોંગ્રેસના તમામ પદેથી રાજીનામું આપી હતું. અલ્પેશ ઠાકોરે પોતાના રાજીનામામાં લખ્યું હતું કે મારું જીવન સમાજ સેવા સાથે જોડાયેલું છે, હું રાજકારણમાં પણ સમાજ અને ગરીબોની વિચારધારા સાથે જોડાયેલો છું. ગરીબોના ઘરમાં અજવાળું કરવાનું મારું સપનું છે, તેને પુરૂ કરવા માટે હંમેશા આત્મમંથન ચાલે છે. સાથે જ લખ્યું હતું કે ગુજરાતમાં મારી સેનાના ગરીબ યુવાનો અપમાનિત થયા તેથી હું દુખી અને ક્રોધિત છું.