ગુજરાતની પ્રથમ એરક્રાફ્ટ રેસ્ટોરન્ટ, પ્લેનની જેમ જ થશે એનાઉન્સમેન્ટ
વિશ્વની નવમી અને ભારતમાં ચોથી તથા ગુજરાતની પ્રથમ હાઇફલાઇ એરક્રાફ્ટ રેસ્ટોરન્ટ સોમવારથી સામાન્ય જનતા માટે ખુલ્લી મુકાશે
આગામી બેથી ત્રણ મહિનામાં આ પ્લેન રેસ્ટોરન્ટ ધમધમતું થઇ જશે. જો વિમાનમાં બેસવાની તક ન મળી હોય અને તેમાં બેસવાની ફીલનો અનુભવ કરવો હોય તો આ રેસ્ટોરન્ટમાં એ મજા માણી શકાશે. આ રેસ્ટોરન્ટ VADODARAના દક્ષિણે આવેલા ધનિયાવી બાયપાસ પાસેની એક હોટેલના ઓનર દ્વારા શરૂ કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા મુજબ આ રેસ્ટોરન્ટમાં 99 વ્યક્તિઓ એક સાથે જમી શકશે.
વડોદરાવાસીઓ વિમાન જેવી રેસ્ટોરન્ટમાં બેસીને ખાવાની મજા માણી શકશે. ઉલ્લેખનીય છે કે 1.40 કરોડના ખર્ચે એરબસ 320 નામનું સ્ક્રેપ એરક્રાફ્ટ ખરીદી લીધું હતું. એના એક એક પાર્ટ્સ લાવી અહીં એને રેસ્ટોરેન્ટનો લુક આપવામાં આવ્યો છે, જેથી હાલ આની કિંમત અંદાજે 2 કરોડ સુધીની છે.