ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 12 એપ્રિલ 2021 (17:56 IST)

અમદાવાદમાં ખાનગી હોસ્પિટલ અને કોવિડ કેર સેન્ટરમાં કુલ 7250 બેડમાં વેન્ટિલેટર ખૂટી પડયા,1788 બેડ ખાલી હોવાનો AHNAનો દાવો

અમદાવાદ શહેરમાં કોરોનાની પરિસ્થિતિ ગંભીર છે અને ખાનગી હોસ્પિટલ અને કોવિડ કેર સેન્ટરો વધારવામાં આવ્યા છે. 141 ખાનગી હોસ્પિટલ, 102 કોવિડ હેલ્થ સેન્ટર, 6 કોવિડ કેર સેન્ટરમાં કુલ 7250 બેડ છે જેમાં હાલમાં વેન્ટિલેટર ખૂટી પડ્યા છે. AHNAની વેબસાઈટના દાવા મુજબ 50 વેન્ટિલેટર હજી ખાલી છે. જો કે હોસ્પિટલમાં દર્દીઓને વેન્ટિલેટર પણ હવે મળતા નથી જેથી રાહ જોવી પડે છે અને સરકારી હોસ્પિટલમાં જગ્યા મળે તો ત્યાં જવું પડે છે. 7250 બેડમાંથી 1788 બેડ ખાલી છે જેમાં 624 જેટલા બેડ ખાનગી હોસ્પિટલમાં ખાલી છે.

અમદાવાદમાં દિવસે દિવસે પરિસ્થિતિ વધુ ગંભીર થઈ રહી છે. જેથી કોરોનાના દર્દીઓની સારવાર માટે ખાનગી હોસ્પિટલોમાં પણ વધારો કરવામાં આવ્યો છે. તે ઉપરાંત દર્દીઓ માટેના બેડ પણ વધારવામાં આવ્યાં છે. 12 એપ્રિલના રોજ સવારે 9.30 સુધી અમદાવાદની AMC દ્રારા કોરોનાની સારવાર માટે જાહેર કરવામાં આવેલી કુલ 141 ખાનગી હોસ્પિટલમાં 5443માંથી 624 જેટલા બેડ ખાલી છે. જેમાં આઇસોલેન વોર્ડમાં 1780 બેડ, HDUમાં 1955, ICUમાં 738 અને ICUમાં વેન્ટિલેટર પર 346 દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે. કોવિડ સેન્ટરો માં 1100થી વધુ બેડ ખાલી છે. 141 ખાનગી હોસ્પિટલો અને કોવિડ કેર સેન્ટરોમાં 12 એપ્રિલને સોમવારે સવાર સુધીમાં 1788 જેટલા જ બેડ ખાલી છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા MOU કરાયેલી SMS હોસ્પિટલ અને GCS હોસ્પિટલમાં 383માંથી આઇસોલેન વોર્ડમાં 172બેડ, HDUમાં 51, ICU વેન્ટિલેટર વગરમાં 18 અને વેન્ટિલેટર પર 7 દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે. જ્યારે 102 કોવિડ હેલ્થ સેન્ટરમાં 1135માંથી આઇસોલેન વોર્ડમાં 147 બેડ, HDUમાં 119 બેડ, ICU વેન્ટિલેટર વગરમાં 19 અને વેન્ટિલેટર પર 3 દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે.