રવિવાર, 10 નવેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: અમદાવાદ, , બુધવાર, 10 જાન્યુઆરી 2024 (20:05 IST)

અમદાવાદના ફ્લાવર શોને ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું, ચીનનો રેકોર્ડ તોડી નાંખ્યો

Guinness Book of World Records,
-  રિવરફ્રન્ટ પર 2013થી 45 હજાર વિઝિટરથી ફ્લાવર શોની શરૂઆત
- 11 દિવસમાં કુલ 5 લાખ 73 હજારથી વધુ ટિકિટનું વેચાણ થયું
Guinness Book of World Records,
શહેરમાં રિવરફ્રન્ટ પર 2013થી 45 હજાર વિઝિટરથી ફ્લાવર શોની શરૂઆત થઈ હતી. જે આ વખતે 2024માં 7 લાખ વિઝિટર સુધી પહોંચી ગયો છે. ત્યારે લોંગેસ્ટ ફ્લાવર સ્ટ્રક્ચર માટે અમદાવાદ ફ્લાવર શો ને ગિનિઝ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. અગાઉ આ રેકોર્ડ ચીનના નામે હતો. જ્યાં 166 મીટરના લોંગેસ્ટ ફ્લાવર સ્ટ્રક્ચર માટે નોંધાયેલ હતો. આજે વડાપ્રધાન મોદી પણ વાઈબ્રન્ટ સમિટ પૂર્ણ કરીને દિલ્હી રવાના થવાના હતાં પરંતુ તેઓ અચાનક ફ્લાવર શોની મુલાકાત લેવા પહોંચ્યા હતાં. 
 
ફ્લાવર શો માં વિવિધ સ્કલ્પચર પણ ઉભા કરાયા છે
31 ડિસેમ્બર 2023થી 15 જાન્યુઆરી સુધી ચાલનારા ફ્લાવર શો માં 11 દિવસમાં કુલ 5 લાખ 73 હજારથી વધુ ટિકિટનું વેચાણ થયું હતું.  AMC  નાં ફ્લાવર શો માં 3 કરોડ 45 લાખની આવક થવા પામી હતી. ત્યારે કુલ 7 લાખ 60 હજાર મુલાકાતીઓએ ફરી ફ્લાવર શો ની મુલાકાત લીધી હતી. 50 થી વધુ શાળાનાં બાળકોએ પણ ફ્લાવર શો ની મુલાકાત લીધી હતી. 31 ડિસેમ્બરથી ફ્લાવર શો રિવરફ્રન્ટનાં ઈવેન્ટ સેન્ટર ખાતે શરૂ થયો છે. AMC દ્વારા કરોડના ખર્ચે ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે ફ્લાવર શો માં વિવિધ સ્કલ્પચર પણ ઉભા કરવામાં આવ્યા છે. G 20 , સ્પોર્ટ્સ, ઋષિમુનિ, હનુમાનજીના સ્કલ્પચર મૂકવામાં આવ્યા છે. 
 
વડાપ્રધાન મોદી પણ ફ્લાવર શોમાં પહોંચ્યા
આ વર્ષે પર 1 જાન્યુઆરીથી રિવરફ્રન્ટ ખાતે ફ્લાવર શો નું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આ વખતે ફ્લાવર શો માં 5.45 કરોડનાં ખર્ચે 33 સ્કલ્પચર બનાવવામાં આવ્યા હતા.વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આવેલા ફ્લાવર શોની મુલાકાતે લેશે. જોકે, રાત્રે આઠ વાગ્યે પીએમ મોદી દિલ્હી પરત ફરવાના હતા. પરંતુ અચાનક વડાપ્રધાનનો રૂટ બદલાતા પોલીસ કામે લાગી હતી. ત્યારે બ્રિજ પર અને ફ્લાવર શોના એન્ટ્રી ગેટ પાસે લોકોનો જમાવડો જોવા મળી રહ્યો છે. જોકે, ફ્લાવરશો જાહેર જનતા માટે બંધ કરાયો છે. જેના કારણે કેટલાક લોકો પરત ફરતા નજરે પડ્યા હતા.ફ્લાવર શો જોવા માટે આજે જે લોકોએ ટિકિટ લીધી હતી, પરંતુ વડાપ્રધાનની મુલાકાતને પગલે ફ્લાવર શો બંધ કરતા આવતીકાલે પણ આજની ટિકિટ ઉપર મુલાકાતીઓ ફ્લાવર શો નિહાળી શકશે.