સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : મંગળવાર, 25 જુલાઈ 2017 (17:42 IST)

Video-Ahmedabad Riverfront પર પાણી ફરી વળ્યાં, વોક વે બંધ કરાયો (Photo)

ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદથી આફતની સ્થિતિ સર્જાઇ છે, શહેરમાં પણ સતત વરસાદ પડી રહ્યો છે. ધરોઈ ડેમમાંથી પાણી છોડા સાબરમતી રિવરફ્રન્ટના વોક વે પર પણ પાણી ફરી વળ્યા છે. અચાનક પાણી ફરી વળતા પાણી સાપ જોવા મળી રહ્યાં છે. ધરોઇ ડેમમાંથી 1.25 લાખ ક્યુસેક પાણી છોડાતા સાબરમતી નદીમાં પાણી ભારે આવક થઈ છે.

અમદાવાદ રિવરફ્રન્ટ હાલ બંધ થઈ જતા પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. રિવરફ્રન્ટની પરિસ્થિતિનો તાગ મેળવવા માટે મેયર ગૌતમ શાહ પણ પહોંચી ગયા હતા.મહેસાણા જિલ્લાનો ધરોઈ ડેમ છલકાતા સરકારના જળસંપત્તિ વિભાગે તબક્કાવાર સાબરમતી નદીમાં ૫૦ હજારથી એક લાખ ક્યુસેક્સ પાણીનો જથ્થો છોડવાનો નિર્ણય કર્યો છે.

મોડી રાત્રે ધરોઈ ડેમમાંથી છોડાયેલુ ૫૦ હજાર ક્યુસેક્સ પાણી મંગળવારની સવારે અમદાવાદ શહેર સુધી પહોંચ્યું હતું. સરકારે હેઠવાસના ગામોને એલર્ટ રહેવા સૂચના આપી છે.

તારંગા- અરવલ્લીના સ્ત્રાવક્ષેત્રમાંથી આવરો વધતા ૧૮૯.૫૯ મીટરની ઊંચાઈના ધરોઈ ડેમમાં સોમવારે પાણીની સપાટી ૧૮૫.૭૨૦ મીટરે પહોંચી હતી.

કાર્યપાલક ઈજનેરની યાદી મુજબ બપોરે ત્રણ વાગ્યે ૬૧૧.૧૫ ફૂટના લેવલ હતું. રાત્રે ૧૦ કલાકે નવા ૧,૪૧,૦૦૦ ક્યુસેક્સનો નવો જથ્થો આવતા લેવલ વધીને ૬૧૭ ફૂટે પહોંચશે. આથી, ૫૦,૦૦૦ ક્યુસેક્સ જથ્થો છોડવાનો નિર્ણય લેવાયો છે.

સાબરમતી નદી આસપાસના વિસ્તારોને અલર્ટ કરવામાં આવે છે અને અમદાવાદમાં રિવરફ્રન્ટની બંને તરફ વોક-વે ઉપર નહીં જવા, ચંદ્રભાગા નદીના વિસ્તારમાં- ઇંદિરાબ્રિજની નીચે, વાસણા બેરેજ પછીના ધોળકા તરફના વિસ્તારોમાંથી નાગરિકોને ખસી જવા સૂચના આપવામાં આવી રહી છે.