અદભતૂ સન્માન નજારો: બરાબર 5 વાગ્યાના ટકોરે સાયરન વાગતાં થાળીઓ અને તાળીઓ નાદ ગૂંજી ઉઠ્યો
રાજ્યભરમાં 4.50 મિનીટે અદભૂત, અલભ્ય અને અવિસ્મરણીય નજારો જોવા મળ્યો હતો. આખુ ગુજરાત જાણે બાલ્કનીમાં પર આવી ગયુ હોય એવું લાગી રહ્યું હતું. કોરોનાના કહેર વચ્ચે કામ(સેવા) કરતા સરકારી કર્મચારી તથા અન્ય લોકોની કામગીરીને બિરદાવવા અને તેઓને પ્રોત્સાહન આપવા માટે થાળી વગાડી, તાળી વગાડીને તો કોઇએ શંખનાદ કરીને સન્માન આપ્યું હતું. જાણે રાજ્ય સહિત અમદાવાદએ જાણે તાલ સાથે તાલ મિલાવીને એક સૂરમાં સર્વત્ર નાદ કરીને તંત્રની કામગીરીને બિરદાવવામાં આવી હતી. જનતા કરફ્યૂમાં દિવસભર ઘરમાં રહ્યા બાદ લોકો સાંજે કર્મચારીઓનું અભિવાદન કરવા બાલ્કનીમાં નીકળ્યા હતા. જેથી જાણે એવું લાગી રહ્યું કે દેશ એક સૂરમાં કોરોનાને ભગાડી રહ્યો છે અને કામ કરી રહેલા કર્મચારીઓને બિરદાવી રહ્યો હતો.
વડાપ્રધાન મોદીની અપીલ પર ખરા ઉતર્યા
આ દ્વશ્યો ન્યૂ ચાંદખેડા વિસ્તારમાં આવેલી સત્યા સ્ક્વેર સોસાયટીના છે. એવું લાગી રહ્યું છે સોસાયટીના સભ્યોએ એક સૂરમાં કોરાના વચ્ચે કામ કરી રહેલા કર્મચારીઓને થાળી અને તાળી વગાડીને એકતાલે સન્માન આપી વધાવી લેવામાં આવ્યા હતા. સાયરન વાગતાની સાથે જ સમગ્ર અમદાવાદ ગૂંજી ઉઠ્યું હતું. વડાપ્રધાન નરેંદ્ર મોદીના જનતા કર્ફ્યૂને અદભૂત સમર્થન મળ્યું હતું. આ એક અદભૂત, અલભ્ય નજારો હતો. નાના બાળકથી માંડીને વૃદ્ધ અવસ્થાના લોકો આ સમગ્ર કાર્યક્રમમાં જોડાયા હતા.
સીએમ રૂપાણીએ પણ માન્યો આભાર
સીએમ રૂપાણીએ પણ થાળી અને ઘંટડી વગાડીને કોરોના વાઇરસનો પ્રસાર અટકાવવા તથા તેને સંબંધિત કામગીરીમાં જોડાયેલા સરકારી કર્મચારીઓ, અધિકારીઓ, તબીબી કર્મચારીઓ, પોલીસ કર્મચારીઓ અને અન્ય લોકોનું અભિવાદન કર્યુ હતું.
સુરતમાં કોરોનાથી પહેલું મોત
સુરતમાં કોરોનાથી પહેલું મોત થયું છે.. સુરતના અઠવાલાઈન્સ વિસ્તારમાં રહેતા 69 વર્ષના વૃદ્ધનું મોત થયા હાહાકાર મચી ગયો છે મહિલાને કોરોના પોઝેટીવ આવતા છેલ્લા 4 દિવસથી સારવાર ચાલુ હતી, જેનું બપોરે મોત થતા તંત્રમાં હાહાકાર મચી ગયો છે.