તેજસનો થયો મોહભંગ, 30 માર્ચ સુધી 17 ટ્રીપ કેન્સલ
લોકડાઉન પછી 17 માર્ચથી ફરીથી શરૂ થયેલી અમદાવાદ-મુંબઇ તેજસ એક્સપ્રેસને મુસાફરો મળી રહ્યા નથી. પશ્વિમ રેલવે બુકિંગની સમીક્ષા બાદ નવેમ્બરથી માર્ચ 2021 સુધી કેટલાક મંગળવારની ટ્રિપ રદ કરી દેવામાં આવી છે. પાંચ મહીનામાં 17 ટ્રિપ રદ કરવામાં આવી છે.
આઇઆરસીટીસીએ તેના ભાડામાં 400 રૂપિયાનો ઘટાડો કર્યો છે, પરંતુ મુસાફરોની સંખ્યા અપેક્ષાને અનુરૂપ વધી રહી નથી. પછી ભાડા ફરીથી પહેલાં જેવા કરી દેવામાં આવ્યા. 17 ઓક્ટોબરથી અપ-ડાઉન ટ્રિપમાં તેજસને 250-250 મુસાફરો પણ મળી રહ્યા નથી. ચેર કારના કુલ 10 કોચમાં 780 સીટ અને એક્ઝિક્યૂટિવ બે કોચમાં કુલ 112 સીટ છે.
5 મહિના સુધી આ દિવસોમાં રદ રહેશે તેજસ
3 અને 24 નવેમ્બર
1, 8 અને 15 ડિસેમ્બર
19 અને 26 જાન્યુઆરી
2, 9, 16, 23 અને 30 માર્ચ
કેટલીક મંગળવારે નહી દોડે
પશ્વિમ રેલવેના સીપીઆરઓ સુમિત ઠાકુરે જણાવ્યું કે તેજસ ટ્રેનની બુકિંગ ટ્રેંડને ઓઝર્બ્વ કરતાં નિર્ણય લેવામાં આવ્યો છે. 82901/02 તેજસ નવેમ્બરથી માર્ચ સુધી કેટલાક મંગળવારે રદ રહેશે.
આગામી અઠવાડિયે ગુરૂવારે બંધ
82901/02 તેજસ અઠવાડિયામાં ગુરૂવારે છોડીને દરરોજ અમદાવાદથી સવારે 6.40 વાગે દોડે છે. સવારે 9.35 વાગે સુરત પહોંચે છે. બપોરે 1.10 વાગે મુંબઇ સેંટ્રલ પહોંચાડે છે.