અમદાવાદનો આ બ્રિજ બન્યો સુસાઇડ બ્રિજ, બે દિવસો આટલા લોકોને કરી આત્મહત્યા
કોરોનાકાળમાં અકસ્માતના કેસ ઘટ્યા છે તો બીજી તરફ કોરોનાકાળમાં આર્થિક તંગી અને ફેમિલી પ્રોબલમ અને અન્ય સમસ્યાના કારણે રાજ્યમાં ઝડપથી કેસ વધી રહ્યા છે. હાલમાં અમદાવાદમાં આવેલી સીટીમ બ્રિજ હવે સુસાઇડ બ્રિજ માટે જાણિતો બન્યો છે. આ બ્રિજ પરથી બે દિવસમાં ત્રણ લોકોએ આત્મહત્યા કરી છે.
ત્યારે આત્મહત્યાના કેસ અટકાવવા માટે તંત્ર પાસે રેલિંગ મુકવાની માંગ કરવામાં આવી રહી છે. આ બ્રિજ પરથી લોકો અગમ્ય કારણોસર કૂદીને આત્મહત્યા કરી રહ્યા છે. આ બ્રિજ પરથી 2 દિવસમાં જ 3 લોકોએ આત્મહત્યા કરી છે.
આ બ્રિજ પર વધી રહેલી આત્મહત્યાની ઘટનાઓના પગલે સ્થાનિકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ટ્રાફિકની સમસ્યાને હલ કરવા માટે બનાવવામાં આવેલા બ્રિજનો લોકો આત્મહત્યા માટે ઉપયોગ કરી રહ્યા છે.
આ પહેલા સાબરમતી અને કાંકરિયા સુસાઇડ પોઇન્ટ તરીકે વધુ કુખ્યાત હતા. આ બ્રિજ પર જાળી લગાવવાની માંગ લોકો હાલ કરી રહ્યા છે. દોઢ વર્ષમાં સીટીએમ ડબલ પરથી 15 લોકોએ આત્મહત્યા કરી છે.