રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : ગુરુવાર, 23 જુલાઈ 2020 (15:05 IST)

અમદાવાદની આ ચાર હૉસ્પિટલ હવે નહીં આપી શકે કોરોનાની સારવાર

અમદાવાદ મ્યુનિ.  દ્વારા શહેરની ચાર હૉસ્પટિલને કોરોનાની સારવાર માટે ડિનોટીફાય કરી છે. એટલે કે હવે આ ચાર હૉસ્પિટલો કોરોના વાયરસનાં સંક્રમિત દર્દીઓની સારવાર કરી નહીં શકે. જેમાં બોડીલાઇન હૉસ્પિટલ- પાલડી, સેવિયર એનેક્સ - આશ્રમ રોડ, તપન હૉસ્પિટલ-સેટેલાઇટ અને તપન, રખિયાલ-બાપુનગર વગેરે હોસ્પિટલોનો સમાવેશ થાય છે.ઉપરોક્ત ચાર હૉસ્પિટલો સામે કેટલીક ફરિયાદો થઇ હતી. જેના કારણે મ્યુનિ. તંત્ર દ્વારા કોરાનાની સારવાર માટે નક્કી થયેલી હૉસ્પિટલોની ચકાસણી માટે ઝોનલ આસી. પ્રોફેસર, ડે. હેલ્થ ઓફિસર, એસવીપી હૉસ્પિટલના મેડિસીન વિભાગના હેડ ઓફ ડિપાર્ટમેન્ટ, ઓએસડી એમ ચાર સભ્યોની કમિટીની રચના કરી છે. જેમણે ચકાસણી ચારેય હૉસ્પિટલમાં ખાનગી બેડ કરતાં એએમસીના ક્વોટાની બેડમાં બહુ જ ઓછા દર્દીઓને સારવાર અપાતી હતી, મૃત્યુદર પણ ઊંચો હતો અને તેઓ કોરોનાના દર્દીઓના ડેટા પણ યોગ્ય રીતે આપી શકતા ન હતા વગેરે ખામીઓનો રિપોર્ટ કમિશનર મુકેશ કુમારને સુપ્રત કર્યો હતો.  જેના કારણે કમિશનરે તાત્કાલિક અસરથી આ ચારેય હોસ્પિટલોને કોરોનાની સારવાર માટે નક્કી કરાયેલી હોસ્પિટલોના લિસ્ટમાંથી દૂર કરવાનો નિર્ણય જાહેર કર્યો છે. હવેથી આ હોસ્પિટલો નક્કી કરેલા બેડ પર કોરોનાના એક પણ દર્દીને દાખલ કરી શકશે નહીં.