રવિવાર, 24 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: અમદાવાદ , સોમવાર, 31 જુલાઈ 2023 (18:56 IST)

અમદાવાદ કલેક્ટરને લેન્ડ ગ્રેબિંગ હેઠળ 2016 અરજીઓ મળી,96 અરજીમાં FIR દાખલ

Ahmedabad Collector received 2016 applications under Land Grabbing
Ahmedabad Collector received 2016 applications under Land Grabbing
2016 અરજીઓમાં 2.85 કરોડ સ્કવેર મીટર જેટલી જમીન પર લેન્ડ ગ્રેબિંગનો દાવો કરાયો હતો
 
34 કેસો સ્પેશિયલ કોર્ટને રીફર કરાયા 317 જ્યારે જેટલા કેસમાં ઇન્કવાયરી પેન્ડિંગ
 
 
ગુજરાતમાં જમીન પચાવી પાડવાના અનેક બનાવો સામે આવ્યાં છે. કોઈ ખેડત કે સામાન્ય માણસની જમીન ભૂમાફિયાઓ પચાવી ના પાડે તે માટે સરકારે વિધાનસભમાં  લેન્ડ ગ્રેબિંગ એક્ટ રજૂ કર્યો હતો. જેનો અમલ પણ શરૂ થઈ ગયો છએ. આ એક્ટ અંતર્ગત જિલ્લા કલેક્ટરને લેન્ડ ગ્રેબિંગ એક્ટ અંતર્ગતની ફરિયાદ મળતાં તેની પર સુનાવણી કરવામાં આવે છે અને જરૂર પડે તો ફરિયાદ પણ દાખલ કરાય છે. અમદાવાદ કલેક્ટર કચેરીમાં 2016 જેટલી લેન્ડ ગ્રેબિંગ એક્ટ અંતર્ગતની અરજીઓ આવી છે. જ્યારે 24 જેટલી અરજીઓને સુઓમોટો તરીકે કાર્યવાહી હેઠળ લેવામાં આવી છે. 
 
409 વ્યક્તિઓને આરોપી ઠેરવાયા 
અમદાવાદ કલેક્ટર કચેરીમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ આવેલી 2016 અરજીઓમાંથી 96 અરજીમાં FIR દાખલ કરવામાં આવી છે. જેમાં 409 વ્યક્તિઓને આરોપી ઠેરવાયા છે. તે ઉપરાંત કાયદાની છટકબારી દ્વારા લેભાગુ તત્વો કોઈની જમીનમાં ખોટી ફરિયાદ કે અરજી ના કરે તે માટેની ચકાસણી માટે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં એક સમિતી પણ રચાઈ છે. આ સમિતિની બેઠક એક મહિનામાં એક વખત યોજવામાં આવે છે. જે અત્યાર સુધીમાં 19થી 20 વખત મળી ચૂકી છે. 
 
317 જેટલા કેસમાં ઇન્કવાયરી પેન્ડિંગ
અમદાવાદ કલેક્ટરને મળેલી 2016 અરજીઓમાં 2.85 કરોડ સ્કવેર મીટર જેટલી જમીન પર લેન્ડ ગ્રેબિંગનો દાવો કરાયો હતો. જેની કિંમત 2985 કરોડ જેટલી છે. જેની જંત્રી કિંમત 727 કરોડ જેટલી છે. જો કે, કમિટીએ 1627 જેટલી અરજીઓ રિજેક્ટ કરી નાખી છે. અરજીઓ પૈકી 287 અરજીઓ પર પ્રાથમિક તપાસ પૂર્ણ થઈ છે. જ્યારે 1436 અરજીઓ પર નક્કી કરેલા સમય કરતાં પ્રાથમિક તપાસ કરવા વધુ સમય લાગ્યો છે. જ્યારે 34 કેસો સ્પેશિયલ કોર્ટને રીફર કરાયા છે. 317 જેટલા કેસમાં ઇન્કવાયરી પેન્ડિંગ છે.