સોમવાર, 11 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 20 જુલાઈ 2021 (09:05 IST)

અમદાવાદ શહેરમાં ઝાડા, ઉલ્ટી, કમળો, ટાઇફોઇડ સહિત મચ્છરજન્ય રોગોમાં વધારો

રાજ્યમાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. બેથી વધુવાર ભારે વરસાદ પડતાની સાથે જ અમદાવાદ શહેરમાં પાણીજન્ય રોગો અને મચ્છરજન્ય રોગોની શરૂઆત થઈ ગઈ છે. ખાસ કરીને અમદાવાદ શહેરમાં પાણીજન્ય રોગોમાં વધારો થયો છે. જેમાં ઝાડાઉલ્ટી, કમળા અને ટાઇફોઇડના કેસોમાં ગત વર્ષે જુલાઈ માસમાં થયેલા કેસ કરતા આજદિન સુધીમાં વધારો થયો છે. અમદાવાદમાં મેલેરિયાના 40, ઝેરી મેલેરિયાના 3, ડેન્ગ્યુના 24 અને ચિકનગુનિયાના 7 કેસ નોંધાયા છે. જ્યારે મચ્છરજન્ય રોગોમાં પણ સામાન્ય વધારો જોવા મળ્યો છે. અમદાવાદમાં પાણીજન્ય રોગો એવા ઝાડા-ઉલ્ટી, કમળાના કેસ, ટાઇફોડના કેસો વધુ અમદાવાદ પૂર્વ વિસ્તારમાં સામે આવ્યા છે. જેમાં દરિયાપુર, બહેરામપુરા, રખિયાલ અને ગોમતીપુરમાં કમળાના કેસો નોંધાયા છે. આ વિસ્તારોમાં સાફ-સફાઈની અને પોલ્યુશનની પણ કેટલીક ફરિયાદો આવી રહી છે. મચ્છરજન્ય રોગોમાં ચાલુ વર્ષે જુલાઈ માસ દરમિયાન આજ દિન સુધી સાદા છે. કોર્પોરેશન દ્વારા મચ્છરજન્ય રોગો અને તેમના બ્રિડિંગ શોધવા માટે કવાયત હાથ ધરાઇ હતી. જેમાં સૌથી વધુ કોમર્શિયલ એકમો, બંધ પડેલા એકમો અને ઇન્સ્ટિટ્યૂટ જે અત્યારે બંધ છે તેમાં મચ્છર વધારે બ્રિડિંગ કરે છે. આ એકમોને સાફ-સફાઈમાં ધ્યાન રાખવામાં આવે તેવું કહેવામાં આવ્યું છે. કોર્પોરેશન દ્વારા સૂચના આપવામાં આવી છે કે બિન જરૂરિયાત પાણી ન ભરાવા દે તે માટે પણ ધ્યાન આપવામાં આવે ખાસ કરીને બેજમેંટમાં પાણી ભરાય છે તે યોગ્ય રીતે નિકાલ કરે જેથી આવી જગ્યાઓ પર મચ્છર બ્રિડિંગના મૂકે. પાણીની ટાંકી ફિટ બંધ કરે, જરૂરિયાતના હોય તો પાણી ભરીનેના રાખે તેવી પણ સૂચના આપવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસપલ કોર્પોરેશન દ્વારા સર્વે કરાયા હતા. જેમાં જે પણ જગ્યાઓ પર મચ્છરના બ્રિડિંગ જોવા મળ્યા હતા તેવા અનેક એકમોને નોટિસ આપવામાં આવી છે અને તેમણે દંડ પણ કરવામાં આવ્યો છે. હાલમાં પરિસ્થિતિ બગડે નહીં અને કોર્પોરેશન સમય રહેતા પગલાં લઈ રહી છે. સોલીડ વેસ્ટ વિભાગ દ્વારા પણ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે. જેથી ગંદકીના કારણે કોઈ પણ રોગો ફેલાય નહીં. મેમનગર ગામ તેમજ જાદવનગરના છાપરા વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસથી ઝાડા-ઊલ્ટીના કેસો વધતાં તંત્ર દોડતું થયું છે. આ અંગેની જાણ થતાં તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. સાથે જ પાણીના સેમ્પલ લઇને તેની તપાસ પણ હાથ ધરવામાં આ‌વી છે.