અમદાવાદ: ધોરણ ૧ થી ૫ ના વર્ગ શરુ કરવા સંચાલક મંડળની માંગ,દિવાળી બાદ વર્ગ શરુ કરવાની શક્યતા..
પાણીમાં રહેવું અને મગરથી ના ડરવા કરતા,કોરોના સાથે જીવતા શીખવું જોઈએ- સંચાલક મંડળ
અમદાવાદ:ધોરણ ૧ થી ૫ ના વર્ગ શરુ કરવા હવે સંચાલકો દ્વારા માંગણી કરવામાં આવી છે.રાજ્યના શાળા સંચાલકો દ્વારા સરકાર સામે માંગણી કરી છે કે જે પ્રમાણે ધોરણ ૬ થી ૧૨ ના વર્ગ શરુ થયા અને તેમાં સફળતા મળી તો હવે ધોરણ ૧ થી ૫ ના વાર પણ શરુ કરવા જોઈએ જેથી વિદ્યાર્થીઓના શિક્ષણ પર પણ અસર ના પડે.
રાજ્ય શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ભાસ્કર પટેલે જણાવ્યું હતું કે દોઢ વર્ષથી ૧ થી ૫ ના વર્ગ બંધ જ રાખવામાં આવ્યા છે જેના કારણે બાળકો સ્કુલ,વર્ગ,પાટલી ભૂલી ગયા છે.૬ થી ૧૨ ના વરહ શરુ કરીને પણ જોયું છે કે કોઈ ગંભીર બનાવ બન્યો નથી તો હવે ધોરણ ૧ થી ૫ ના વર્ગ શરુ કરવા જોઈએ.ગુજરાતી કહેવત પાણીમાં રહેવું ને મગરથી ડરવું તેવી સ્થિતિ થઇ રહી છે તેની જગ્યાએ કોરોના સાથે જીવતા જ શીખવું જોઈએ.અત્યારે સ્થિતિ સામાન્ય છે તો વર્ગ શરુ કરવા સરકાર મંજુરી આપે..
રાજ્ય સરકાર દ્વારા પણ હવે ૧ થી ૫ ના વર્ગ શરુ કરવા વિચારણા કરવામાં આવી રહી છે,સ્થિતિ સામાન્ય થઇ છે ત્યારે દિવાળી સુધી હજુ પરિસ્થિતિનું નિરીક્ષણ કરીને રાજ્ય સરકાર દ્વારા દિવાળી બાદ ધોરણ ૧ થી ૫ ના વર્ગ શરુ કરવા જાહેરાત કરવામાં આવી શકે છે.વર્ગ શરુ કર્યા બાદ ઓનલાઈન અભ્યાસ માટે પણ છૂટ આપવામાં આવી શકે છે..