રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 5 ફેબ્રુઆરી 2021 (12:28 IST)

અમદાવાદ ભાજપ કાર્યાલયમાં ટિકિટ મુદ્દે વિરોધ, 500 કાર્યકોરોની રાજીનામાની ધમકી

ગુજરાતમાં મહાનગર પાલિકાની ચૂંટણી અંગેના ઉમેદવારો જાહેર થતા જ રાજકોટ, સુરત, વડૉદરામાં વિરોધનું વાતાવણ શરૂ થયા બાદ અમદાવાદમાં પણ અસંતુષ્ઠ ઉભા થયા હતા. અને કેટલાકને ટિકિટ ફાળવવાના મુદ્દે અને અને કેટલાકને ટિકિટ ન ફાળવવાના મુદ્દે શહેર ભાજપ કાર્યાલય ખાતે વિરોધ વ્યક્ત કરવા માટે પહોંચી ગયા હતા. જેના કારણે અમદાવાદ ભાજપમાં પણ બળવા જેવી સ્થિતિ સર્જાઈ છે.શહેરના વાસણા, નારણપુરા, ગોતા, ચાંદખેડા, સરદારનગર સહિતના વોર્ડમાં કાર્યકરોએ ભારે વિરોધ કર્યો છે. ચાંદખેડાના કાર્યકરો મહિલા ઉમેદવાર પ્રતિમા સક્સેના સામે વિરોધ કરવા ખાનપુર કાર્યાલય પહોંચ્યા હતા. અહીં આઇકે જાડેજાને આવેદન પત્ર આપી ચીમકી ઉચ્ચારી હતી કે, શુક્રવારે બપોરે 12 વાગે ઉમેદવાર નહીં બદલાય તો 500 કાર્યકરોના રાજીનામા આપી દેવાશે.

2015માં પણ સ્થાનિક ઉમેદવારને બદલે અન્યને ટિકિટ આપવામાં આવી હતી. સરદારનગર વોર્ડમાં પણ નારાજ કાર્યકરો ખાનપુર કાર્યાલય પહોંચ્યા હતા. જ્યારે વાસણામાં આયાતી ઉમેદવાર સામે વિરોધ થયો હતો. ગોતામાં પણ ભાજપના કાર્યકરોએ હાય હાયના નારા બોલાવ્યા હતા. કેતન પટેલ વોર્ડ પ્રમુખ હોવા છતાં ટિકિટ અપાતા તેના સામે વિરોધ ઉભો થયો હતો જ્યારે અજય દેસાઈ મહામંત્રીનો દીકરો હોવાને કારણે વિરોધ થયો હતો.કાંકરિયા ખાતે જુલાઈ 2019માં રાઇડ અકસ્માત થયો હતો જેમાં જવાબદાર અને રાઇડનો કોન્ટ્રાક્ટ ધરાવતા ઘનશ્યામ પટેલના ભાઈ મહેન્દ્ર પટેલને અમરાઈવાડીથી ટિકિટ આપવામાં આવતા વિવાદ સર્જાયો છે. વિવાદાસ્પદને ટિકિટ આપવામાં આવતા સ્થાનિક કાર્યકરોએ પણ વિરોધ નોંધાવ્યો છે. જોકે આ વખતે ટિકિટ ફાળવવામાં ધારાસભ્યોનું વર્ચસ્વ રહ્યું હોવાને કારણે આ પરિસ્થિતિ સર્જાઇ હોવાનું ભાજપના સૂત્રોનું કહેવું છે.