રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 7 ઑક્ટોબર 2021 (11:51 IST)

અમદાવાદીઓ સાવધાન ! હવે ડ્રાઇવિંગ દરમિયાન વેકસીનેશન સર્ટિફિકેટ ફરજિયાત સાથે રાખવું પડશે ! હવે ટ્રાફિક પોલીસ કરશે ચેક !

ધીમે ધીમે કોરોનાનો કહેર ઓછો થઇ રહ્યો છે. ત્યારે ધીમે ધીમે બધુ જ થાળે પડી રહ્યું છે. નવરાત્રિ ઉજવણીને લઇને શેરી ગરબામાં 400 લોકોને મંજૂરી આપવામાં આવી છે. ત્યારે કોર્પોરેટરોએ વેક્સિનેશનના પુરાવા ચેક કરવા માટે રાત્રે ઉજાગર કરશે અને સોસાયટીના આગેવાનો તથા ગરબા આયોજકોએ ગરબામાં આવતા લોકોના વેક્સિનેશનના સર્ટિફિકેટ ચેક કરવા પડશે. આ ઉપરાંત વેક્સીનેશનને ઝડપી બનાવવા માટે ડ્રાઇવિંગ દરમિયાન પોલીસને વેક્સીનેશનના પુરાવા આપવા પડશે. જેમની પાસે નહીં હોય તેમને તરત જ નજીકના વેક્સિન સેન્ટર ખાતે લઈ જઈને રસી અપાવવામાં આવશે.
 
સમગ્ર રાજ્યમાં વેક્સિનેશનની પ્રક્રિયા ઝડપી ચાલી રહી છે. તહેવારોની સિઝન હોવાથી સરકારે વેક્સીન ફરજિયાત કરી છે. તે ઉપરાંત સરકારી કચેરીઓ, જાહેર સ્થળો, બાગ બગીચા અને સિટી બસોમાં જનારા લોકોએ પોતે વેક્સિન લીધી છે તેવો પુરાવો સાથે રાખવો પડશે. નહીં તો તેમને પ્રવેશ મળશે નહીં. શહેરમાં હવે બાકી રહેલા લોકો વેક્સિન લઈ લે તે માટે AMC અને પોલીસ વિભાગે સંયુક્ત અભિયાન હાથ ધર્યું છે. આગામી બે જ દિવસમાં ટ્રાફિક સિગ્નલ પર વાહન ચાલકોના વેક્સિનેશનના પુરાવા ચેક કરવામાં આવશે.
 
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વેક્સિનેશન કેમ્પથી લઈ ઘરે ઘરે વેક્સિન આપવા સુધીની કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે હવે અમદાવાદમાં રહેતા 50 વર્ષથી ઉપરના લોકો અને 18 વર્ષથી ઉપરના દિવ્યાંગ લોકોને મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ ઘરે જઈ વેક્સિન આપશે. જેના માટે તેઓએ જાહેર કરેલા નંબર 6357094244, 6357094227 પર ફોન કરી રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. સવારે 9થી રાતે 9 સુધીમાં રજિસ્ટ્રેશન કરાવી શકશે. ઉપરાંત કોર્પોરેશનની વેબસાઈટ ahmedabadcity.gov.in પર ઓનલાઇન લિંક દ્વારા પણ રજિસ્ટ્રેશન કરાવી આ સેવાનો લાભ લઈ શકશે.
 
અમદાવાદ શહેરમાં અત્યાર સુધીમાં કુલ 66,84,515 લોકોને ડોઝ આપવામાં આવ્યા છે. જેમા 44,79,779 લોકોએ પ્રથમ ડોઝ જ્યારે 22,04,736 લોકોએ બંને ડોઝ લીધા છે. એટલે કે શહેરમાં કોવિડ-19 વેક્સિનેશનનો પ્રથમ ડોઝ 97% નાગરિકોને અને બીજો ડોઝ 49% નાગરિકોને આપવામાં આવ્યા છે.
 
અમદાવાદમાં 18 વર્ષથી વધુ ઉંમરના તમામ વ્યક્તિઓને 100% પ્રથમ ડોઝ મળી રહે તેના ભાગરૂપે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાર્યરત બી.આર.ટી.એસ, કાંકરિયા લેકફ્રન્ટ, કાંકરિયા ઝૂ, સાબરમતી રિવરફ્રન્ટ, લાઈબ્રેરી, જિમખાના, સ્વિમિંગ પુલ સહિતની કોર્પોશનની બિલ્ડિંગમાં પ્રવેશ મેળવવા વેક્સિન ફરજિયાત છે.