શુક્રવાર, 15 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 24 જુલાઈ 2019 (16:54 IST)

અમદાવાદની ઈન્ટેલિમિડીયાનો નેક્સ્ટ જેન ટેકનોલોજી સાથે સિલિકોન વેલીમાં ધમાકેદાર પ્રવેશ

અમદાવાદની આ કંપનીએ મેળવ્યો પ્રોડકટ ઓફ ધ યર એવોર્ડ, નેક્સ્ટ જેન ટેકનોલોજી સાથે સિલિકોન વેલીમાં પ્રવેશ
અમદાવાદ: અગ્રણી ઈમર્સીવ મિડીયા ટેકનોલોજી પ્રોવાઈડર ઈન્ટેલિમિડીયા નેટવર્કસને તાજેતરમાં લાસ વેગાસમાં યોજાયેલ વિશ્વના સૌથી મોટા મિડીયા ટેક એક્સપો એનએબી શોમાં 'પ્રોડકટ ઓફ ધ યર' તરીકે એક નહી પણ બે એવોર્ડ એનાયત થયા છે. ઈન્ટેલિમિડીયા એ કેલિફોર્નીયા સ્થિત મિડીયા ટેકનોલોજી પ્રોવાઈડર છે, જેને અમદાવાદના પ્રમોટર્સ અને પ્રોગ્રામર્સ મારફતે સમર્થતા પ્રાપ્ત થઈ રહી છે. એવોર્ડ વિજેતા બંને પ્રોડકટસ  અને વિવિધ નવો ચીલો ચાતરતી એવોર્ડ વિજેતા ટેકનોલોજીસનો ઉપયોગ અમેરીકાના ટોચના બ્રોડકાસ્ટર્સ દ્વારા થઈ રહ્યો છે અને તે તેમની અમદાવાદ ખાતેની ઓફિસમાં ડિઝાઈન કરવામાં આવી છે. 
 
નવો ચીલો ચાતરનારી પ્રોડકટસમાંની બે મિક્સી અને હોલોપોર્ટ કંપનીએ આ વર્ષે લોન્ચ કરી છે, જેમણે એનએબી શો માં 'ગ્રાફિક્સ, એડીટીંગ,વીએફએક્સ, સ્વીચર્સ'  કેટેગરીમાં પ્રોડકટ ઓફ ધ યર એવોર્ડ હાંસલ કર્યો છે. તે આ ઈર્ષા થાય તેવુ સ્થાન ટોચની કંપનીઓ એડોબ, બ્લેકમેજીક અને કેનન સાથે શેર કરી રહી છે.  160 દેશમાંથી 1600થી વધુ કંપનીઓ એનએબી શોમાં ભાગ લીધો હતો અને પોતાની પ્રોડકટસ રજૂ કરી હતી. વિજેતાઓએ શોર્ટલીસ્ટ કરાયેલી 13 અલગ અલગ કેટેગરી વચ્ચે આ સ્થાન હાંસલ કર્યું છે. 
 
હવે આ કંપની અનોખુ વિદ્યાર્થીઓ અને પ્રોફેશનલ્સ માટે વિશ્વનુ સૌ પ્રથમ નોન-કોમર્શિયલ એજ્યુકેશન પ્લેટફોર્મ સ્થાપવા માટે આયોજન કરી રહી  છે અને તેમને નવા યુગ સાથે એક્સપોઝર, એક્સેસ તથા શિક્ષણ પૂરૂં પાડી ઓગમેન્ટેડ રિયાલિટી, વર્ચ્યુઅલ રિયાલિટી તેમજ આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ ટેકનોલોજીસથી પરિચિત કરશે.
 
એનએબી શોમાં આ પ્રકારનું બહુમાન પ્રાપ્ત કરનાર આ એક માત્ર ભારતીય કંપની છે. આ એવોર્ડ વિજેતા ટેકનોલોજીનું તંત્ર સોશ્યલ ઈમ્પેક્ટના ઉદ્દેશથી અમદાવાદમાં લાવવામાં આવ્યું છે. આઈએમ વિકસાવવામાં મહત્વની ભૂમિકા ભજવનાર સમાજને કશુંક પરત કરવા માંગે છે. યુવા પેઢીને અને પ્રોફેશનલ્સને વિકસીત દેશો સાથે સ્પર્ધા કરી શકે તેવું એઆર/ વીઆર અને એઆઈ ક્ષેત્ર પૂરૂં પાડીને અમે ટેકનોલોજી, સોફ્ટવેર, ગેઝેટસ, મેન પાવર રિસોર્સિસ અને નાણાંકિય સ્ત્રોત નફાના ઈરાદા વગર પૂરાં પાડીશું. આઈએમ હવે આર્મસ્ટર્ડમ ખાતે યોજાનાર આઈબીસી-2019માં પોતાની પ્રોડક્ટસ દર્શાવીને યુરોપિયન માર્કેટમાં છવાઈ જવા સજ્જ છે અને યુરોપમાંથી પણ ટોચના મિડીયા ટેક એવોર્ડઝ હાંસલ કરવા માટે આશાવાદી છે.
 
ઈન્ટેલીમિડીયાની પ્રોડક્ટસ એ નવા યુગના ટેકનોલોજી સોલ્યુશન્સ છે કે જે એક સરેરાશ વપરાશકારને લેવલ પ્લેયીંગ ફીલ્ડ પૂરૂં પાડીને તેની વ્યક્તિગત અને હેન્ડહેલ્ડ ડિવાઈસીસમાં સ્ટુડિયો ક્વોલિટી કન્ટેન્ટનું નિર્માણ કરે છે. આ કોન્ફીગ્યુરીંગ પ્રોડક્ટસમાં નવતર પ્રકારના અભિગમથી કંપની આ લીગમાં પ્રવેશી છે તેવું જણાવતાં ઈન્ટેલીમિડીયાના પ્રેસિડેન્ટ અને કો-ફાઉન્ડર દર્શન સેદાણીએ જણાવ્યું હતું કે "એનએબી દ્વારા માન્યતા પ્રાપ્ત થાય તે ખૂબ મોટું સન્માન છે. અમે નમ્રપણે સ્વિકારીએ છીએ કે અમારી બે પ્રોડક્ટસને એવોર્ડ એનાયત થયો છે. ઈનોવેશન એ અમારૂં ડીએનએ છે. ઈન્ટેલીમિડીયા ખાતે અમે પેશન, ક્રિએટીવિટી અને અમારી ટીમના સભ્યોની મક્કમતા સાથે આગળ ધપી રહ્યા છીએ."
 
ઈન્ટેલીમિડીયા તમામ સ્ક્રીન્સ ઉપર પર્સનાલાઈઝડ વિડીયો એક્સપિરીયન્સ પૂરો પાડે છે અને વિડીયો મેનેજમેન્ટ, પબ્લીશીંગ, એનાલિટીક્સ અને મોનેટાઈઝેશનમાં પૂરવાર થયેલો ટ્રેક રેકોર્ડ ધરાવે છે. તે ફોર્ચ્યુન 500 કંપનીઓ, ઓટીટી પ્રોવાઈડર્સ, સરકારી એજન્સીઓ અને સોશ્યલ મિડીયા બ્રોડકાસ્ટર્સ (SMBs) જેવી ઘણી કંપનીઓને એન્ટરપ્રાઈઝ- ગ્રેડ મિડીયા-ટેક સોલ્યુશન્સ પૂરાં પાડે છે. 
કંપનીના સીઈઓ અને કો-ફાઉન્ડર તેઓડ્રોસ ગેસીસી જણાવે છે કે "નેશનલ એસોસિએશન ઓફ બ્રોડકાસ્ટર્સ (એનએબી) નો પ્રોડ્કટ ઓફ ધ યર એવોર્ડ એ એક અદ્દભૂત બાબત છે અને તે અમારી પ્રોડ્કટ્સને ઉદ્યોગની માન્યતા પૂરી પાડે છે. અમે માનીએ છીએ કે જે રીતે ગ્રાહકો અને વિવિધ બિઝનેસ પોતાનું લાઈવ વિડીયો કન્ટેન્ટ બ્રોડકાસ્ટ કરી રહ્યા છે તેને સરળતા અને નવો આકાર પ્રાપ્ત થશે."
હોલોપોર્ટ ઉપલબ્ધ થઈ ચૂકી છે. હવે ઈન્ટેલીમિડીયા મિક્સીને આ વર્ષે હવે પછી વ્યાપારી ધોરણે રજૂ કરશે. ઉપયોગ કરનાર તેને એપ્પ સ્ટોર્સ પરથી  ડાઉનલોડ કરી શકે છે. પ્રો પ્રોડક્ટ વર્ઝન સામાન્ય સબસ્ક્રીપ્શનને આધારે ઉપલબ્ધ છે.
 
હોલોપોર્ટ શું છે?
તે એક હાઈપર રિયાલિટી સ્ટ્રીમીંગ સોલ્યુશન છે, જે કસ્ટમાઈઝ્ડ હાઈ ઈમ્પેક્ટ ઈમર્સીવ મિડીયા અને વિઝ્યુલાઈઝેશન એપ્લિકેશન પૂરી પાડે છે. "હોલોપોર્ટ એ તમારી આંગળીઓના ટેરવે હાયપર રિયાલિટી સ્ટ્રીમીંગ મૂકવાનો અમારો સબળ પ્રયાસ છે" તેવું સેદાણી જણાવે છે.આ પ્રોડક્ટને ઈમર્સિવ વિડીયો ટ્રેનીંગ, થ્રી-ડી, વિઝ્યુલાઈઝેશન અને એસેટ ક્રિએશન, ટુ ડી અને થ્રી ડી એનિમેશન, ફોટોગ્રામેટ્રી, 360 ડીગ્રી વિડીયો, થ્રીડી મોડલીંગ, અને ટેક્સચરીંગ, રિયલ ટાઈમ વીએફએક્સ એન્વાયર્મેન્ટ સ્કેનીંગ સહિત અન્ય ઘણી એપ્લિકેશનમાં કામ આવે છે. 
હાલમાં  સ્ટ્રીમીંગ મિડીયા સોલ્યુશન્સ વપરાશકારોને માત્ર કન્ટેન્ટ સાથે જોડાવા ઉપલબ્ધ છે, જ્યારે હોલોપોર્ટ તેમાં સહભાગીતા (પાર્ટીસિપેશન) ઉમેરે છે. હાલમાં કન્ટેન્ટને માત્ર ટુડીમાં સ્ટ્રીમ કરી શકાય છે. હોલોપોર્ટ વડે થ્રીડી સ્ટ્રીમીંગ થઈ શકે છે. તમે એઆઈ એનેબલ્ડ વર્ચ્યુઅલ અવતારથી વર્ચ્યુઅલ વર્લ્ડમાં ક્રિએટર તમને જે રીતે અનુભવ કરાવવા માંગતો હોય તે રીતે માર્ગદર્શન મેળવી શકો છો, પરામર્શ કરી શકો છો.
 
આ એપ્લિકેશનની પોતાની પ્રોપર્ટીઝને વર્ચ્યુઅલી દર્શાવી શકે તેવી મોટી રિયલ એસ્ટેટ કંપની માટે કલ્પના કરો. તેની સાથે સાથે મુલાકાતીઓને પ્રોપર્ટી માટે માર્ગદર્શન આપી શકે અથવા યુનિવર્સિટી ટ્રેનીંગ અથવા ડીજીટલ એજ્યુકેશન, કોર્પોરેટ પ્રેઝન્ટેશન્સ, એનાઉન્સમેન્ટ અને સેલ્સ કોમ્યુનિકેશન્સ માટે ઉપયોગ થઈ શકશે. ઈવેન્ટ ઓર્ગેનાઈઝર્સ, સ્પોર્ટસ લીગ્ઝ પણ સમાન પ્રકારે તેનો ઉપયોગ કરીને બ્રોડકાસ્ટીંગ કરી શકશે. આવા કેટલાક ઉપયોગ થઈ શકશે. આ એપ્લિકેશન જે બિઝનેસની ક્ષમતા પૂરી પાડે છે તેનાથી નાના અને મધ્યમ કદના એકમો માટે અદ્દભૂત ક્ષમતા ધરાવે છે.
ઈન્ટેલીમિડીયા અંગેઃ
ઈન્ટેલીમિડીયા નેટવર્કસ એ અમેરિકા સ્થિત કંપની છે, જે તેના દુનિયાભરના ગ્રાહકો માટે  વિશ્વ સ્તરના મિડીયા ડિલીવરી સોલ્યુશન્સનું નિર્માણ કરી રહી છે. તે સમયસર અને બજેટમાં ક્વોલિટી સોલ્યુશન્સ પૂરાં પાડવાનો ટ્રેક રેકર્ડ ધરાવે છે. અત્યંત ફ્લેક્શીબલ અને સર્વિસલક્ષી કંપની ઈન્ટેલીમિડીયા એ 90 ટકાથી વધુ વાર્ષિક સરેરાશ વૃધ્ધિ દર દર્શાવ્યો છે. પ્રેસિડન્ટ દર્શન સેદાણી અને સીઈઓ તેઓડ્રોસ ગેસીસી આ કંપનીના સ્થાપક છે. 
 
"એક કંપની તરીકે અમે જાણીએ છીએ કે અમે હવે સફળતાપૂર્વક કન્સેપ્ટ તૈયાર કરીને તથા તેને અમલમાં મૂકી એવોર્ડ વિજેતા બની વિસ્તરણ તરફ આગળ વધી રહ્યા છીએ. અમારી બે પ્રોડ્કટ માટે અમે ધ એનએબી શો પ્રોડક્ટ ઓફ યર એવોર્ડ જે અમે હાંસલ કર્યા છે, જે અમારી ટીમનું ઉદ્યોગની નહીં પ્રાપ્ત થયેલી જરૂરિયાતો તરફ ફોકસ કરે છે ".