શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 12 ડિસેમ્બર 2022 (12:24 IST)

નવી સરકારની શપથવિધિ બાદ સાંજે કેબિનેટની બેઠક મળશે, મંત્રીઓના ખાતાની જાહેરાત થશે

shapathvidhi
આજે ગાંધીનગરમાં ભૂપેન્દ્ર પટેલની નવી સરકારની શપથવિધિ છે. ત્યારે સાંજે કેબિનેટની પ્રથમ બેઠક યોજાશે. જેમાં તમામ મંત્રીઓના ખાતાઓની વહેંચણી કરાશે. આજે શપથગ્રહણમાં 16 મંત્રીઓ મંત્રીપદના શપથ લેશે. જેમાં આઠ કેબિનેટ અને આઠ રાજ્યકક્ષાના મંત્રીઓ હશે.

બીજી તરફ શપથલેનારા મંત્રીઓને આગામી 10 દિવસ સુધી ગાંધીનગર નહીં છોડવાની સૂચના પણ આપી દેવામાં આવી છે. વિધાનસભાના નવા અધ્યક્ષ તરીકે ત્રણ નામોની ચર્ચા થઈ રહી છે. તે નામોમાં શંકર ચૌધરી, ગણપત વસાવા અને રમણલાલ વોરાના નામ સામે આવી રહ્યા છે. તેમજ ઉપાધ્યક્ષ તરીકે જેઠાભાઈ ભરવાડનું નામ ચર્ચામાં આગળ છે.  સરકારમાં યુવા, મહિલા અને અનુભવી ચહેરાના આધારે મંત્રીમંડળની રચના કરવામાં આવશે.ગાંધીનગરના હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે શપથવિધિ યોજાયા બાદ સાંજે નવી સરકારની પ્રથમ કેબિનેટની બેઠક મળશે. સુત્રોના જણાવ્યા પ્રમાણે આ બેઠકમાં મંત્રીઓને ખાતાની ફાળવણી કરવામાં આવશે. જેમાં આઠ મંત્રીઓને કેબિનેટમાં સ્થાન અપાશે. તેમજ આઠ મંત્રીઓને રાજ્યકક્ષાના મંત્રીઓ બનાવાશે. ગઈકાલે જ મંત્રીમંડળમાં સ્થાન મેળવનારા ધારાસભ્યોને ટેલિફોનિક જાણ કરાઈ હતી. આ દરમિયાન ઘણા સંભવિત નામો સામે આવી રહ્યા છે, જેને મંત્રીઓની કેબિનેટમાં સામેલ કરવામાં આવી શકે છે. ગુજરાતમાં નવી સરકારની શપથવિધી ગાંધીનગરના હેલિપેડ ગ્રાઉન્ડ પર યોજાશે. નવી સરકારમાં કોને મંત્રીપદ મળશે તેની પણ ચર્ચાઓ જોરશોરથી શરૂ થઈ ગઈ છે. આ શપથવિધીમાં વડાપ્રધાન મોદી, ગૃહમંત્રી અમિત શાહ સહિત ગુજરાતની ચૂંટણીમાં પ્રચાર માટે આવેલા ભાજપના સ્ટાર પ્રચારકો પણ ઉપસ્થિત રહેશે. આ અગાઉ ભુપેન્દ્ર પટેલ ગુજરાત વિધાનસભા દળના નેતા તરીકે સર્વસમીતીથી પસંદ કરવામાં આવ્યા હતા.આ અગાઉ ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાત બીજેપી અધ્યક્ષ સીઆર પાટીલ એક દિવસ પહેલા જ દિલ્હી પહોંચ્યા હતા અને પીએમ મોદીને મળ્યા હતા. પીએમના નિવાસસ્થાને મળેલી બેઠકમાં ગૃહમંત્રી શાહે પણ હાજરી આપી હતી. આ બેઠકમાં ગુજરાતની કેબિનેટ અંગે ચર્ચા થઈ હતી અને કેટલાક નામો પણ સામે આવ્યા છે. કેબિનેટમાં લગભગ -22 ચહેરાઓને સ્થાન મળી શકે છે. જેમાં 9 કેબિનેટ અને બાકીના રાજ્ય મંત્રી બનાવવામાં આવી શકે છે. સરકારમાં યુવા, મહિલા અને અનુભવી ચહેરાના આધારે મંત્રીમંડળની રચના કરવામાં આવશે. આ દરમિયાન ઘણા સંભવિત નામો સામે આવી રહ્યા છે, જેને મંત્રીઓની કેબિનેટમાં સામેલ કરવામાં આવી શકે છે.