રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 9 ફેબ્રુઆરી 2022 (10:35 IST)

અસિત વોરાના રાજીનામા બાદ ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમન પદે એ.કે. રાકેશની નિમણૂંક

આસિત વોરાએ સોમવારે ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમન પદેથી રાજીનામું આપી દીધુ હતું. સરકાર દ્વારા ગૌણ સેવા પસંદગી મંડળનો ચાર્જ આઈએએસ એ.કે. રાકેશને સોંપવામાં આવ્યો છે. ગુજરાત ગૌણ સેવા આયોગનો ચાર્જ એ.કે રાકેશને સોંપાયો છે.
 
નોંધનીય છે કે, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની હેડ ક્લાર્કની ભરતી માટેની પરીક્ષાનું પેપર ફૂટ્યા બાદ ચેરમેન અસિત વોરાના રાજીનામાની ઉગ્ર માંગ ઉઠી હતી. ત્યારે આ પેપરકાંડના બે મહિના બાદ અસિત વોરાએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતુ.
 
આ સાથે જ આઈ.કે જાડેજા અને બળવંત સિંહનું પણ બોર્ડ નિગમમાંથી રાજીનામું લેવામાં આવ્યું છે. હેડ કલાર્કની ૧૮૬ જગ્યાઓ માટે ડિસેમ્બરમાં પરીક્ષા યોજાઇ હતી પણ પ્રશ્નપત્ર ફુટતા સરકારે પરીક્ષા રદ કરવી પડી હતી. આ પેપરલીક કૌભાંડના કારણે રાજ્યભરમાં હોબાળો મચ્યો હતો.
 
પેપરલીક કૌભાંડ બાદ ખાસ કરીને પરીક્ષાર્થીઓમાં ભારે આક્રોશ ઉઠયો હતો. આસિત વોરાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રાજીનામુ આપ્યુ હતું. આ પહેલા પણ કેટલાંય બોર્ડ નિગમના ચેરમેનો પાસેથી રાજીનામા લઇ લેવાયા હતાં. પેપરલીક કૌભાંડના બે મહિના વિત્યા બાદ આસિત વોરાએ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેનપદેથી રાજીનામુ આપ્યુ છે. અસિત વોરા ઉપરાંત અન્ય પાંચ બોર્ડ નિગમના ચેરમેનોએ રાજીનામા આપ્યા હતા.