અમદાવાદ બાદ સુરતના રમકડાના વેપારીઓના ત્યાં રેડ
ભારતીય માનક બ્યૂરોના અધિકારીઓ દ્વારા બ્યૂરો પાસેથી માન્ય લાયસન્સ લીધા વગર ઉત્પાદકો દ્વારા બનાવેલા રમકડાં વેચતા વેપારી, પૂજા ટોયસ અને ગેમ્સ,13-C/દુકાન નંબર-G/10,11, વર્ધમાન કોમ્પલેક્ષ, ભટાર રોડ, મજુરા, સુરત માં તા.10.01.2023 ના રોજ દરોડાની કાર્યવાહી કરવામાં આવી. આ વેપારી, ભારતીય માનક બ્યૂરોના માન્ય લાયસન્સ લીધા વગર ઉત્પાદકો દ્વારા બનાવેલા રમકડાંનું વેચાણ તેમની દુકાનોમાં કરતા હતા. દરોડા દરમિયાન વેપારી પાસેથી ISI માર્ક વગરના રમકડાં વધારે માત્રામાં મળી આવ્યા હતા.
ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયનાં 25 ફેબ્રુઆરી 2020 ના ઓર્ડર નંબર 11(4)/9/2017-CI મુજબ, આવા ઉત્પાદનો (રમકડાં) અથવા સામાન અથવા સ્પષ્ટપણે 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકો નાં રમવા માટેના હેતુથી બનાવેલ વસ્તુઓ ઉપર આઈ.એસ.આઈ (ISI) માર્ક 01 જાન્યુઆરી 2021 પછી ફરજિયાત કરવામાં આવ્યો છે અર્થાત કોઈપણ ઉત્પાદક અથવા વેપારી ISI માર્ક વિના રમકડાંનું ઉત્પાદન, વેચાણ અને સંગ્રહ કરી શકશે નહીં આવું કરનારનાં વિરુધ્ધ ભારતીય માનક બ્યૂરો અધિનિયમ 2016 ના અનુચ્છેદ 17 ના ઉલ્લંઘનની કાર્યવાહી કરવામાં આવે છે. આ અપરાધ દંડનીય છે, જે અંતર્ગત બે વર્ષની જેલ અથવા ઓછામાં ઓછા રૂ 2,00,00/- આર્થિક દંડ અથવા બંને સજાની જોગવાઈ છે.
બેઈમાન ઉત્પાદક જનતાને છેતરવા માટે ભારતીય માનક બ્યૂરોના લાયસન્સ લીધા વગર આવા ઉત્પાદનોનું ઉત્પાદન કરતા હોય છે. ભારતીય માનક બ્યૂરો સમય સમય પર આવા પ્રકારની સામગ્રીના ઉપયોગથી થતી છેતરામણી અને સંભવિત સુરક્ષા ખતરાથી આમ જનતાને બચાવવા માટે ISI માર્કના દુરુપયોગની મળેલ/કરેલ ફરિયાદ અનુસાર અવારનવાર સંખ્યાબંધ દરોડા કરતી હોય છે.
કોઈ પણ વ્યક્તિ જેની પાસે ભારતીય માનક બ્યુરોના માનચિહ્નના દુરપયોગની જાણકારી હોય અથવા ફરજીયાત પ્રમાણનના હેઠળ આવતા ઉત્પાદનોનું ઉત્પાદન કરનારાઓ વિશે કોઈપણ પ્રકરની માહિતી હોય તો તે પ્રમુખ, ભારતીય માનક બ્યૂરો, સુરત શાખા કાર્યાલય, પ્રથમ માળ, દૂરસંચાર ભવન કરીમાબાદ એડમીન બિલ્ડિંગ, ઘોડ દોડ રોડ, સુરત - 395001 (ફોન નં.0261-299007129911712992271,2990690) પર લખી શકે છે. ફરિયાદને subo-bls@bis.gov.in અથવા cmed@bis.gov.In પર ઈમેલ દ્વારા પણ કરી શકાય છે. આવા પ્રકારની સૂચના આપનારની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે.