રવિવાર, 10 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 11 ફેબ્રુઆરી 2022 (19:01 IST)

પિતાની સારવાર માટે યમનથી અમદાવાદ આવી AK 47ના પાર્ટ બનાવતો શખ્સ ઝડપાયો

અમદાવાદને મેડિકલ ટુરિઝમનું હબ માનવામાં આવે છે. અહીં વિદેશથી લોકો સારવાર માટે આવતાં હોય છે. કિડની, હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ માટે અનેક વિદેશીઓ અમદાવાદ આવતાં હોય છે. ત્યારે વિદેશથી પિતાની સારવાર માટે આવેલો શખ્સ AK 47 ગનના પાર્ટ બનાવતો હોવાની જાણકારી મળતાં જ ક્રાઈમ બ્રાંચે તેને ઝડપી લીધો છે. જેના કેટલોગ અને ફોટો પણ ક્રાઈમ બ્રાન્ચને મળ્યાં છે.

આરોપી આખી ગન બનાવવાની જગ્યાએ અલગ અલગ પાર્ટ બનાવીને વિદેશમાં મોકલતો હોવાનું ક્રાઇમ બ્રાન્ચ માની રહી છે.ક્રાઈમ બ્રાન્ચ તરફથી મળેલી વિગતો પ્રમાણે યમનનો નાગરીક અબ્દુલ અજીજ અલઅઝ્ઝાની પોતાના પિતાના મેડિકલ ગ્રાઉન્ડ પર મેડિકલ વિઝા મેળવીને ભારત આવ્યો હતો. સારવાર મેળવીને તેના પિતા પરત જતા રહ્યાં બાદ તે અમદાવાદની અલગ અલગ GIDCમાં AK 47 અને તેનાથી હાઈ રેન્જની રાયફલ બનાવવા માટેનું કામ કરતો હતો. તેણે રૂપિયા કમાવવા માટે ખતરનાક પ્લાન ઘડ્યો હતો. તે યમનમાં પોતાના ખાસ મિત્ર મુનિર મહંમદ કાસીમના કહેવાથી 17 નવેમ્બરે ભારત આવી ગયો હતો.

ક્રાઈમ બ્રાન્ચની ટીમને 10મી ફેબ્રુઆરીએ સાંજે નિકોલ રીંગરોડ પાસે આવેલ હોટલ સ્કાય ઈન ટુ ના રૂમ નં 211માં રાયફલના અલગ અલગ પાર્ટસ બનાવવાના કોમ્પ્યુટરાઈઝ્ડ ગ્રાફિક્સ, એન્જિનિયરિંગ કંપનીના અલગ અલગ કેટલોગ મળ્યા હતાં. આરોપી પાસે રાયફલના પાર્ટ્સ પોતાની પાસે રાખવાનું તથા ખરીદ વેચાણ કરવાનું, પાર્ટ્સ આયાત નિકાસ કરવાનું કોઈ લાયસન્સ તથા આ રાયફલના પાર્ટ્સ ભારતમાં બનાવી યમનમાં મોકલવા માટે તેના મિત્ર મુનીર મહંમદ કાસીમે જણાવ્યું હતું. બંનેએ એકબીજાની મદદથી ગુનાહીત કાવતરૂ રચ્યું હતું.આ આરોપીએ અત્યાર સુધી કેટલા હથિયારના પાર્ટ બહાર મોકલ્યા તેની તપાસ હાથ ધરવામાં આવી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પકડેલા આરોપીને રાજકોટનો ટ્રાન્સલેટર મળ્યો હતો. આરોપીએ અમદાવાદની GIDCમાં આ હથિયારના પાર્ટ બનાવ્યાં હતાં તેની ડાઈઝ પણ મળી આવી છે. યમનમાં ચાલી રહેલા ગૃહ યુદ્ધમાં હથિયારોનો બેફામ ઉપયોગ થઈ રહ્યો છે. જેમને હથિયારોમાં અનેક પાર્ટની જરૂર હોય છે જે પાર્ટ અમદાવાદમાં બનાવવા માટે આવતા હતા