રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 11 જૂન 2022 (10:48 IST)

બોટાદમાં અજાણ્યા શખસે 75 વર્ષીય વૃદ્ધા પર દુષ્કર્મ આચરી લૂંટ ચલાવી

બોટાદમાં અજાણ્યા શખસે વિધવા સહાયના ફોર્મમાં સહી કરાવવાના બહાને 75 વર્ષીય વૃદ્ધાને બાઇક પર અવાવરું જગ્યાએ લઇ જઇ તેઓએ પહેરેલા 9 હજારની કિંમતના દાગીનાની લૂંટ કરી બળાત્કાર ગુજાર્યો હતો. આ બનાવ અંગે વૃદ્ધાએ બોટાદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

બોટાદ શહેરમાં રહેતા 75 વર્ષીય વૃદ્ધા તા.8/6/22નાં રોજ સવારે દીકરી વૃદ્ધાને એકટીવા લઈને ભાવનગર રોડ ,ફાટક પાસે, તાજપર જવાના રસ્તે ઉતારી તે ભાંભણ જવા નીકળી હતી.વૃદ્ધા તેમના ઘરે જતા હતા ત્યારે સવારના દસ વાગે ભાવનગર રોડ, મહાકાળી ફર્નિચર પાસે પહોંચતા એક અજાણ્યા બાઇકચાલક એની બાઇક લઈને પાછળથી આવ્યો હતો. અને કહ્યું હતું કે ફોન લાવો વિધવા સહાયના ફોર્મમાં તમારી સહી બાકી છે. તમને સહાય મળે જેથી વૃદ્ધાએ તેમનો ફોન આપતા ફોનમાંથી તેના ફોનમાં ફોન કરી વૃદ્ધાનો નંબર લઇ તે જતો રહ્યો હતો ત્યારબાદ બારેક વાગ્યાના અરસામાં વૃદ્ધા પર 9824170540 ઉપરથી ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે હમણાં મે તમારો નંબર લીધો એ ભાઈ બોલું છું તમે રોડે છાયામાં ઉભા રહો હું તમને લેવા આવું છું અને અડધી કલાક બાદ અજાણ્યો માણસ બાઇક લઈને આવી ગઢડા રોડે ખોડીયાર મંદિર આવેલ છે ત્યાં લઇ ગયો હતો જયા સહીવાળો આવ્યો ન હતો ત્યાર બાદ ખસ રોડ ઉપર આવેલી નિર્લજ્જ જગ્યાએ ગામની બહાર લઇ ગયો હતો.

બપોરે આશરે એક વાગ્યે બેસાડેલ કાનમાં પહેરેલ કડીયો ખોટો છે કે સાચોની ખરાઈ કર્યા બાદ સોનાના ઘરેણા મને આપી દે નહીંતર જાનથી મારી નાખીશ એમ જણાવી વૃદ્ધાએ પહેરેલ સોનાના ઘરેણા કિંમત રૂપિયા 9000ની લુટ કરી બળાત્કાર કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે ભોગ બનનાર વૃદ્ધાએ બોટાદ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા બાઇક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેશરની કાર્યવાહી હાથ ધરી છે. વૃદ્ધા પર દુષ્કર્મના બનાવને લઇ ચકચાર મચી છે. પોલીસે અજાણ્યા શખસને શોધવા સીસીટીવી સહિતની વિગતો મેળવવા ચક્રો સહિત બાતમીદારો ગતિમાન કર્યા છે.