શુક્રવાર, 20 સપ્ટેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 5 ઑગસ્ટ 2023 (10:46 IST)

50 દિવસમાં સૌરાષ્ટ્રમાંથી ઝડપાયા 7 આતંકી

7 terrorists caught from Saurashtra
7 terrorists caught from Saurashtra

ગુજરાતમાં ડ્રગ્સના દૂષણ સાથે હવે આતંકીઓનો આતંક પણ સામે આવ્યો છે. ગુજરાતના સૌરાષ્ટ્રમાંથી છેલ્લા 50 દિવસમાં 7 આતંકીને દબોચી લેવામાં આવ્યા છે. જ્યારે છેલ્લા 7 વર્ષમાં ગુજરાત ATS અને કોસ્ટગાર્ડે 40 હજાર કરોડનું ડ્રગ્સ ઝડપ્યું છે. જોકે આમ છતાં સૌરાષ્ટ્ર કચ્છમાં હજુ સુધી કોમવાદ પગપેસારો નથી કરી શક્યું, પરંતુ આમ છતાં આ છેવાડાના વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી આતંકવાદી પ્રવૃત્તિ અને ડ્રગ્સ સ્મગલિંગના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે, જેની સંખ્યા ચિંતાજનક છે અને એટલા જ માટે અહીં આગળ સુરક્ષા એજન્સીઓએ પોતાની વોચ વધારવાની ખાસી જરૂર છે.
 
ગુજરાત ATSએ આતંકી સંગઠનનો કર્યો હતો પર્દાફાશ
આ મામલે વિગતવાર વાત કરીએ તો 9 જૂન 2023ના રોજ ગુજરાત ATSએ આતંકી મોડ્યુલરનો પર્દાફાશ કર્યો હતો. ગુજરાત ATSએ મોટું ઓપરેશન હાથ ધરીને આતંકી સંગઠન સાથે સંકળાયેલી એક મહિલા સહિત 4 લોકોની ધરપકડ હતી.  આમાં ત્રણ શખ્સોને પોરબંદરથી ઝડપી પાડ્યા હતા, જ્યારે એક મહિલાની સુરતથી અટકાયત કરવામં આવી હતી. 
 
અગાઉ પણ ગુજરાતમાં પ્રથમ વખત NIA કોર્ટે ISIS સાથે સંકળાયેલા બે આતંકવાદી ભાઈઓને 10 વર્ષની સજા ફટકારી હતી તેઓ પણ રાજકોટના વતની હતા અને તે બંનેની રાજકોટ અને ભાવનગરમાંથી ધરપકડ કરવામાં આવી હતી. એટલે આ વાત પરથી એક વાત સ્પષ્ટ થાય છે કે સુરક્ષા એજન્સીઓએ હવે ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં પણ પોતાની નજર વધુ મજબૂત બનાવવાની જરૂર છે અને તેમનું નેટવર્ક પણ મજબૂત કરવાની જરૂર છે.