રવિવાર, 10 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 7 ઑગસ્ટ 2022 (12:24 IST)

6 કેક અને ચાકૂની જગ્યાએ તલવાર, પોલીસે રાજાનો બર્થડેને બનાવ્યો વધુ 'યાદગાર'

હાલમાં યુવાનોમાં જન્મદિવસને ખાસ રીતે ઉજવવાનો ક્રેઝ છે. તે પોતાનો જન્મદિવસ એવી રીતે ઉજવવા માંગે છે કે તે યાદગાર બની જાય. ઘણી વખત આ પ્રયાસમાં તેઓ કંઈક એવું કરે છે જેના કારણે તેમને પસ્તાવો કરવો પડે છે. આવું જ કંઈક ગુજરાતના અમદાવાદમાં એક યુવક સાથે થયું. જન્મદિવસમાં છરીને બદલે તલવારથી કેક કાપવી તેને ભારે પડી ગઈ છે. જન્મદિવસનો વીડિયો વાયરલ થયા બાદ તેને લોકઅપનો સામનો કરવો પડ્યો હતો.
 
ઘટના અમદાવાદના સાજીપુર બોઘા વિસ્તારનો છે. અહીં એક યુવકે રાત્રે રસ્તા પર ઉભા રહીને પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો. તે ટુ-વ્હીલર પર ઓછામાં ઓછી 6 કેક મૂકતો અને તલવારથી કાપતો જોવા મળે છે. કેક પર 'રાજા' નામ લખેલું છે. તેના મિત્રોએ બનાવેલો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ વીડિયો કૃષ્ણનગર પોલીસ સુધી પહોંચ્યો, ત્યારબાદ તેની સામે કાર્યવાહી કરવામાં આવી. જે જન્મદિવસને તે યાદગાર બનાવવા માંગતો હતો, પણ હવે તે યાદ રાખવા પણ માંગશે નહી.
 
કૃષ્ણનગર પોલીસે તપાસ શરૂ કરતાં તેનું નામ પ્રતિક ભગવાનભાઈ સોલંકી હોવાનું જાણવા મળ્યું હતું. તેમને પ્રેમથી મિત્રો રાજા પણ કહે છે. આ પછી કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર એજે સોલંકીએ કેસ નોંધ્યો હતો. પોલીસે ઘરે જઈને તેની ધરપકડ કરી હતી. પ્રતિકે પોલીસ પૂછપરછમાં જણાવ્યું કે તે ડ્રાઈવર તરીકે કામ કરે છે અને તેના મિત્રો જન્મદિવસની કેક લઈને આવ્યા હતા. તે જન્મદિવસને ખાસ રીતે ઉજવવા માંગતો હતો અને તેથી તેણે છરીને બદલે તલવારનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું. જો કે, હવે તે પસ્તાવો કરી રહ્યો છે અને ભવિષ્યમાં આવી ભૂલ ક્યારેય નહીં કરે તેવું પોલીસને વચન આપી રહ્યો છે.